Second Hand iPhone: ઘણીવાર લોકો ઓનલાઈન સસ્તા આઈફોન ખરીદવાના પ્રયાસમાં વ્યસ્ત હોય છે. કેટલાક લોકો સેકન્ડ હેન્ડ આઇફોન ખરીદવાની યોજના ધરાવે છે. જો કે, તેની પાછળનું કારણ એ છે કે iPhone મોટાભાગના લોકોના બજેટમાં ફિટ નથી થતો. જો કે સેકન્ડ હેન્ડ ડિવાઈસ ખરીદવામાં કોઈ નુકસાન નથી, તે તમારા માટે નફાકારક સોદો પણ હોઈ શકે છે, પરંતુ સેકન્ડ હેન્ડ આઈફોન ખરીદતા પહેલા તમારે તેમાં કેટલીક બાબતો તપાસી લેવી જોઈએ. નહિંતર તમને ભારે નુકસાન થશે અને અડધાથી વધુ પૈસા તેને રિપેરિંગમાં ખર્ચ થઇ જશે.


પહેલા ચેક કરો ખરીદીના પુરાવાઓ


જ્યારે પણ તમે કોઈની પાસેથી સેકન્ડ હેન્ડ આઈફોન ખરીદો છો, તો તે વ્યક્તિ પાસેથી તે આઈફોનની ખરીદીની સ્લિપ ચોક્કસથી માંગો. મૂળ રસીદની હાર્ડ કોપી અથવા સોફ્ટ કોપી લઇ લો. વાસ્તવમાં ઘણી વખત ફોન જૂનો હોવા છતાં વોરન્ટી હેઠળ હોય છે. જો તમને ફોનની અસલ રસીદ મળે છે, તો તમે તેમાંથી ફોનની વોરન્ટી વિગતો ચકાસી શકો છો.


બેટરીનું ધ્યાન આપો


કોઈપણ iPhone ની બેટરી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો iPhoneની બેટરીની હેલ્થ 80 ટકાથી વધુ હોય તો તે ફોન ખરીદવામાં કોઈ નુકસાન નથી પરંતુ જો તેનાથી ઓછી હોય તો ખરીદતા પહેલા તમારે વિચારવું પડશે.


આઇફોનની બેટરી હેલ્થ ચેક કરવા માટે સૌપ્રથમ આઇફોનના સેટિંગમાં જાવ અને પછી અહીં બેટરી ઓપ્શન પર ક્લિક કરો. અહીં બેટરી હેલ્થ એન્ડ ચાર્જિંગના વિકલ્પ પર ક્લિક કરો. જો તમે બેટરી હેલ્થ ચેક કરી શકતા નથી તો આ iPhone નકલી છે.


ડિસ્પ્લેની જાણકારી


લેટેસ્ટ iPhone માં તમે સરળતાથી તપાસ કરી શકો છો કે iPhone ડિસ્પ્લેને અનઓફિશિયલ્સ સર્વિસ સેન્ટરમા બદલાઈ/રિપેર કરવામાં આવી છે કે નહીં. આને ચેક કરવા માટે iPhoneના Settings પર જાવ, Display and Brightness પર ક્લિક કરો, હવે તમે True Tone એક્ટિવેટ કરી શકો છો. જો તમે તેને એક્ટિવેટ કરી શકતા નથી, તો iPhone રિપેર થઈ જવાની સંભાવના વધારે છે.


જો તમે ઉપર જણાવેલ બાબતોને ધ્યાનમાં રાખીને આઈફોન ખરીદો છો તો તમારે કોઈ નુકસાનનો સામનો કરવો પડશે નહીં. આ સિવાય આઈફોનની બોડી પણ તપાસો, જો તેના પર કોઈ સ્ક્રેચ અથવા ડેન્ટ્સ છે, તો તમે જાતે જ નક્કી કરી શકો છો કે તમારે આ આઇફોન ખરીદવો કે નહીં.