શું તમે પણ WhatsApp પર ગુડ મોર્નિંગ ટેક્સ્ટ મેસેજ મોકલો છો? જો તમે પણ તમારા મિત્રોને WhatsApp પર ઘણા બધા ગુડ મોર્નિંગ મેસેજ મોકલો છો તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. આ તમારા WhatsApp એકાઉન્ટને પ્રતિબંધિત કરી શકે છે.
એક રિપોર્ટ અનુસાર, કંપની તેને સ્પામ ગણી શકે છે અને તમારા વોટ્સએપ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી શકે છે. આ સિવાય જો તમે ઘણા લોકોને ખોટી માહિતી કે મેસેજ ફોરવર્ડ કરો છો તો વોટ્સએપ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી શકાય છે.
તમે લાખો ભારતીય વોટ્સએપ એકાઉન્ટ્સ ઘણી વખત પ્રતિબંધિત થયાના સમાચાર પણ સાંભળ્યા હશે. આ એકાઉન્ટ્સ કંપનીની નીતિના ઉલ્લંઘન માટે પ્રતિબંધિત છે. કંપનીએ ઘણા કારણો આપ્યા છે જેના કારણે તમારું એકાઉન્ટ પણ પ્રતિબંધિત થઈ શકે છે. અહીં અમે તમને તે કારણો વિશે જણાવી રહ્યા છીએ.
જો તમે મોટાભાગના કોન્ટેક્ટ્સને તમામ મેસેજ ફોરવર્ડ કરો છો તો તમારું WhatsApp એકાઉન્ટ પ્રતિબંધિત થઈ શકે છે. આ કારણોસર, તમારે સંદેશાઓ ફોરવર્ડ કરવા પર મર્યાદા મૂકવી જોઈએ. જો તમને મેસેજનો સ્ત્રોત ખબર નથી તો તેને ફોરવર્ડ કરશો નહીં. ખોટી માહિતી આપતા મેસેજ ફોરવર્ડ ન કરો.
સુવિધાનો દુરુપયોગ કરશો નહીં
વોટ્સએપના બ્રોડકાસ્ટ ફીચરના ખોટા ઉપયોગથી તમારું એકાઉન્ટ પ્રતિબંધિત થઈ શકે છે. આ ફીચરનો ઉપયોગ બલ્ક મેસેજ મોકલવા માટે થાય છે. જો કે, સંદેશ પ્રાપ્ત કરવા માટે લોકોએ તમારો નંબર પણ સેવ રાખવો આવશ્યક છે.
જો તમે પરવાનગી વગર કોઈને વ્હોટ્સએપ ગ્રુપમાં એડ કરો છો, તો તમારું એકાઉન્ટ પર બેન મુકાઇ શકે છે. કંપનીએ કહ્યું છે કે જો કોઈ તમને વોટ્સએપ પર મેસેજ કરવાનો ઇનકાર કરે છે તો તેને મેસેજ કરીને ડિસ્ટર્બ ન કરો નહીંતર એકાઉન્ટ બ્લોક થઈ શકે છે.સૌથી છેલ્લે WhatsAppની નીતિનું ઉલ્લંઘન કરશો નહીં. આ તમારા એકાઉન્ટને બ્લોક કરી શકે છે. જો કે, જો તમને લાગે છે કે તમારા એકાઉન્ટ પર ભૂલથી પ્રતિબંધ મુકાયો છે તો તમે તેના માટે અપીલ કરી શકો છો.
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપે એક નવુ ફિચર લૉન્ચ કરી દીધી છે, આ ફિચર પહેલા આઇઓએસ યૂઝર્સ માટે અવેલેબલ હતુ, જેને હવે એન્ડ્રોઇડ યૂઝર્સ માટે પણ રૉલઆઉટ કરી દેવામાં આવ્યુ છે. આ ફિચરની ખાસિયત એ છે કે આની મદદથી Google Meetની જેમ ગૃપ ચેટ લિન્ક કે વીડિયો ચેટ લિન્ક બનાવી શકાય છે. આ ફિચર આઇઓએસમાં "કૉલ લિન્ક્સ" ફિચરના નામથી અવેલેબલ છે. આની મદદથી લોકોને કૉલમાં સામેલ થવા માટે ઇનવાઇટ કરી શકાય છે.