નવી દિલ્હીઃ ઇન્સ્ટેન્ટ મેસેજિંગ એપ કેટેગરીમાં વૉટ્સએપ બાદ જો કોઇ એપની સૌથી વધુ ચર્ચા થતી હોય, તો તે છે ટેલિગ્રામ. આ એપ સતત પોતાના ફિચર્સ અને વધતા યૂઝર્સના કારણે વૉટ્સએપને ટક્કર આપી રહ્યી રહી છે. રેસમાં ટકી રહેવામાં માટે ટેલિગ્રામ સતત કેટલાય નવા ફિચર્સ જોડી રહ્યું છે. આ કડીમાં ટેલિગ્રામે એક સાથે કેટલાય નવા ફિચર્સ લૉન્ચ કર્યા છે. જાણો કયા કયા છે આ ફિચર્સ ને શું છે તેનો યૂઝ............
1. ડાઉનલૉડ મેનેજર -
આ ફિચરને કંપની સર્ચબારથી એક લૉગોની સાથે લઇને આવી છે. રિપોર્ટ અનુસાર ટેલિગ્રામ પર જ્યારે તમે કોઇ ફાઇલ ડાઉનલૉડ કરશો, તો તે એક સર્ચ બાર ખુલશે અને આ તમેન ડાઉનલૉડ ફાઇલ સુધી લઇને જશે. આ ફિચરની મદદથી તમે આસાનીથી કોઇપણ ફાઇલ શોધી શકશો.
2. લાઇવ સ્ટ્રીમિંગ -
ટેલિગ્રામ આ વખતે આ કમાલનુ ફિચર પણ લઇને આવ્યુ છે. આ અંતર્ગત તમે ઓબીએસ સ્ટૂડિઓ અને એક્સસ્પ્લિટ બ્રૉડકાસ્ટર જેવા સ્ટ્રીમિંગ ટૂલ દ્વારા લાઇવ સ્ટ્રીમિંગ કરી શકશો. એટલુ જ નહીં તમને લાઇવ બ્રૉડકાસ્ટમાં ઓવરલે જોડવા અને મલ્ટી સ્ક્રીન લેઆઉટ યૂઝ કરવાની સુવિધા પણ મળશે. આ ફિચર તમને કોઇપણ વીડિયોમાં બીજા અવાજ અને સિંગલ સ્ક્રીન પર કેટલાય લોકોની સ્ક્રીન જોડવાનો ઓપ્શન પણ આપશે.
3. ન્યૂ એટેચમેન્ટ -
નવા ફિચર્સમાં આ પણ યૂઝર્સ માટે ખુબ ઉપયોગી સાબિત થશે. આ અંતર્ગત તમે મલ્ટીપલ ફાઇલ્સને એકવારમાં સિલેક્ટ કરીને એક ક્લિક કરીને મોકલી શકશો. વળી, આઇઓએસ યૂઝર્સ માટે આને વધુ ખાસ બનાવવામા આવ્યુ છે. આને આની સાથે એટેચમેન્ટના બાદ આલ્બમનો પ્રીવ્યૂ પણ દેખાશે.
4. નવો લૉગીન ફ્લૉ -
ટેલિગ્રામે હવે લૉગીન ફ્લૉને રી-ડિઝાઇન કર્યુ છે. આ નવુ ફિચર એન્ડ્રોઇડ ઇન્ટરફેસ નાઇટ મૉડમાં ચાલે છે, અને આમાં હલ્કી ટ્રાન્સપરન્ટ ઇફેક્ટ દેખાય છે.
આ પણ વાંચો.........
Breakfast Tips: શું આપ રોજ નાસ્તામાં વ્હાઇટ બ્રેડ- બટર લો છો? તો સાવધાન, જાણી લો નુકસાન
Electric Cars: આ છે દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર્સ, જાણો કિંમતથી લઈ રેન્જ સુધીની તમામ વિગત
દેશમાં સૌથી વધુ વેચાય છે આ કંપનીની કાર્સ, ચાલુ વર્ષે કરી શકે છે આટલા મોડલ લોન્ચ, જુઓ લિસ્ટ
ગુજરાતની આ સહકારી બેંકમાં નોકરી કરવી હોય તો અહીં કરો અરજી, અરજી કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો વિગતે
ESIC Recruitment: લાખોમાં મેળવવા માંગો છો પગાર તો આજે જ કરો અહીં અરજી, વારંવાર નથી આવતો આવો મોકો
જો તમારે પ્રોફેસર બનવું હોય તો અહીં કરો અરજી, 25 માર્ચ છેલ્લી તારીખ, જાણો કેવી રીતે કરશો અરજી