Russia Ukraine War: રશિયા અને યૂક્રેન વચ્ચેનુ યુદ્ધ સતત ભયાનક સ્થિતિમાં પ્રવેશી રહ્યું છે. સતત 18માં દિવસે પણ રશિયાના સૈનિકો યૂક્રેનના શહેરો પર બૉમ્બમારો કરી રહ્યાં છે. રશિયાને યુદ્ધ રોકવા માટે યુરોપીયન યૂનિયનના દેશો, અમેરિકા સહિતના બીજા કેટલાય દેશો કહી રહ્યાં છે. પરંતુ રાષ્ટ્રપતિ પુતિન નથી માની રહ્યાં. આ વાતને લઇને હવે આર્થિક પ્રતિબંધો વધુ કડક કરવામાં આવ્યા છે. આ કડીમાં ટેક દિગ્ગજ ગૂગલે મોટી એક્શન લીધી છે. ગૂગલે તાજેતરમાં કેટલાક એલાન કર્યા છે જેનાથી રશિયાના એન્ડ્રોઇડ યુઝર્સને મોટો ઝાટકો લાગ્યો છે.
રશિયાને આર્થિક ફટકો આપવા માટે ગૂગલે એક સત્તાવાર નિવેદન આપ્યુ છે, ગૂગલે કહ્યું છે કે પેમેન્ટ સિસ્ટમમાં અવરોધોને કારણે, Google Playએ રશિયન વપરાશકર્તાઓ માટે તેની બિલિંગ સિસ્ટમને અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. ગૂગલે સ્પષ્ટતા કરી છે કે રશિયામાં એન્ડ્રોઇડ યુઝર્સ એપ્સ અને ગેમ્સ ખરીદી શકશે નહીં અને સબસ્ક્રિપ્શન પેમેન્ટ પણ કરી શકશે નહીં. ઉપરાંત, રશિયામાં વપરાશકર્તાઓ ગૂગલ પ્લે સ્ટોરની મદદથી ડિજિટલ સામાનની ઇન-એપ ખરીદી કરી શકશે નહીં. તમને જણાવી દઈએ કે ફ્રી એપ્સ હજુ પણ ઉપલબ્ધ રહેશે.
જાહેરાતમાં, ગૂગલે એમ પણ કહ્યું છે કે જે વપરાશકર્તાઓએ પહેલાથી જ ગૂગલ પ્લે સ્ટોર દ્વારા સબસ્ક્રિપ્શન લીધું છે, તેમના સબ્સ્ક્રિપ્શન્સ રિન્યુ કરવામાં આવશે નહીં પરંતુ તે રદ કરવામાં આવશે. જો કે, જો રશિયન Android વપરાશકર્તાઓએ એક મહિના અથવા એક વર્ષ માટે સબ્સ્ક્રાઇબ કર્યું હોય, તો તેમને વર્તમાન બિલિંગ અવધિ પૂર્ણ કરવાની તક આપવામાં આવશે.
આ પણ વાંચો...........
Ukraine Russia War: રાસાયણિક કે જૈવિક હથિયાર શું છે ? શું તે યુદ્ધમાં વાપરી શકાય ?
લાલ ચંદનનો આ ઉપાય છે ખૂબ પ્રભાવી, દૂર થશે વાસ્તુ દોષ અને કારોબારમાં મળશે સફળતા
HEALTH : કોરોનાથી સ્વસ્થ થયા બાદ મગજ પર થઇ રહી છે અસર, તો ડાયેટમાં સામેલ કરો આ પાંચ વસ્તુઓ
Kia Carens અને Maruti XL6 માંથી કઈ છે શ્રેષ્ઠ, જાણો ફીચર્સથી લઈ એન્જિન સુધીની સરખામણી
મેડિકલ વિભાગમાં કરવા માંગો છો સરકારી નોકરી તો અહીંયા કરો અરજી, મહિને 45 હજાર મળશે પગાર
રાજ્યમાં હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી, આ તારીખથી ગરમીમાં થશે વધારો