નવી દિલ્હીઃ સિમ કાર્ડનુ ફૂલ ફોર્મ સબ્સક્રાઇબર આઇડેન્ટિટી મૉડ્યૂલ કે સબ્સક્રાઇબર આઇડેન્ટિફિકેશન મૉડ્યૂલ છે. આ એક કાર્ડ ઓપરેટિંગ સિસ્ટમ (સીઓએસ) ચલાવનારી એક ઇન્ટીગ્રેટેડ સર્કિટ છે, જે આંતરરાષ્ટ્રીય મોબાઇલ ગ્રાહક ઓળખ (આઇએમએસઆઇ) નંબર અને તેના સંબંધિતને સુરક્ષિત રીતે સ્ટૉર કરે છે. આ નંબર અને તેનો ઉપયોગ મોબાઇલ ટેલિફોની ડિવાઇસ (જેવા કે મોબાઇલ ફોન અને કૉમ્પ્યુટર) પર ગ્રાહકોને ઓળખવા અને પ્રમાણિત કરવા માટે કરવામાં આવે છે. 


મોબાઇલ ફોનમાં ઉપયોગ થનારા સિમ કાર્ડની પહોળાઇ 25 મિમી, લંબાઇ 15 મિમી અને જાડાઇ 0.76 મિમી હોય છે. જો તમે સિમ કાર્ડ જોયુ હશે તો જરૂર ધ્યાન ગયુ હશે કે એક ખુણો કપાયેલો હોય છે. સિમ કાર્ડના એક ખુણા પર કટનુ નિશાનનુ મુખ્ય કારણ સિમ કાર્ડ અને મોબાઇલ ફોન કાર્ડધારક પિનના કૉન્ટેક્ટને યોગ્ય રીતે સ્થાપિત કરવાનુ છે. સિમ કાર્ડના પિન નંબર 1 ને મોબાઇલ ફોનના સંબંધિત પિનથી સંપર્ક કરવો જોઇએ. કટ માર્ક મોબાઇલ ફોનમાં સિમ કાર્ડને યોગ્ય જગ્યા માટે એક ગાઇડના રૂપમાં કામ કરે છે. 


જો સિમ કાર્ડ કટનુ નિશાન ના હોય, તો આપણા માટે આનો મોબાઇલ ફોનમાં ઠીકથી નાંખવુ મુશ્કેલ બની જાય. મોબાઇલ ફોનમાં સિમ કાર્ડને ખોટી સાઇડમાં નાંખવાનો ખતરો રહે. આ રીતે, સિમ કાર્ડ એક ખુણામાં કાપવામાં આવ્યા છે જેથી આસાનીથી ઓળખી શકાય છે કે મોબાઇલ ફોનમાં સિમ કાર્ડને કઇ સાઇડમાં નાંખવાનુ છે. હવે તમે ફોનમાં જોશો તો સિમ કાર્ડની ટ્રેમાં પણ સિમ કાર્ડનો યોગ્ય સાઇડથી લગાવવાનુ નિશાન બનેલુ હોયુ છે, મતબલ સિમ કાર્ડના ખુણાના અનુસાર જ સિમ ટ્રેમાં જગ્યા હોય છે.


 


આ પણ વાંચો......... 


Breakfast Tips: શું આપ રોજ નાસ્તામાં વ્હાઇટ બ્રેડ- બટર લો છો? તો સાવધાન, જાણી લો નુકસાન


Electric Cars: આ છે દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર્સ, જાણો કિંમતથી લઈ રેન્જ સુધીની તમામ વિગત


દેશમાં સૌથી વધુ વેચાય છે આ કંપનીની કાર્સ, ચાલુ વર્ષે કરી શકે છે આટલા મોડલ લોન્ચ, જુઓ લિસ્ટ


ગુજરાતની આ સહકારી બેંકમાં નોકરી કરવી હોય તો અહીં કરો અરજી, અરજી કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો વિગતે


ESIC Recruitment: લાખોમાં મેળવવા માંગો છો પગાર તો આજે જ કરો અહીં અરજી, વારંવાર નથી આવતો આવો મોકો


જો તમારે પ્રોફેસર બનવું હોય તો અહીં કરો અરજી, 25 માર્ચ છેલ્લી તારીખ, જાણો કેવી રીતે કરશો અરજી