ન્યૂયોર્કઃ સોશિયલ મીડિયા પ્રેમીઓ માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં તેમને બીજું પ્લેટફોર્મ મળી શકે છે. રિપોર્ટ અનુસાર, વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લા ઇન્કના સીઇઓ એલન મસ્ક એક નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનાવવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. તેમણે શનિવારે ટ્વિટર પર આ અંગેની માહિતી આપી હતી.


વાસ્તવમાં ટ્વિટર પર એક યુઝર્સે તેમને પૂછ્યું હતું કે શું તેઓ એક અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનાવવાનું વિચારશે જ્યાં લોકોને બોલવાની અને લખવાની સ્વતંત્રતા હોય, જ્યાં જાહેરાત ન્યૂનતમ હોય. જેના પર મસ્કે જવાબ આપ્યો હતો કે ટ્વિટર અભિવ્યક્તિની સ્વતંત્રતાના સિદ્ધાંતોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યું છે અને લોકશાહીને નબળી પાડી રહ્યું છે.


એક દિવસ પહેલા પોલ કર્યો હતો


આ ટ્વીટના એક દિવસ પહેલા એલન મસ્કે ટ્વિટર પોલ કર્યો હતો, જેમાં તેમણે પૂછ્યું હતું કે શું ટ્વિટર ફ્રી સ્પીચના સિદ્ધાંતનું પાલન કરે છે. આ મતદાનમાં 70% થી વધુ લોકોએ 'ના' પસંદ કર્યું. તેમણે પોલ દરમિયાન એમ પણ કહ્યું હતું કે કૃપા કરીને કાળજીપૂર્વક મતદાન કરો, કારણ કે આ પોલના પરિણામો મહત્વપૂર્ણ હશે.


અત્યારે કોઈ કંપની સ્પર્ધા કરવા સક્ષમ નથી


જે રીતે સંકેતો મળી રહ્યા છે, જો મસ્ક તે મુજબ નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લઈને આવે છે તો તે ખૂબ જ રોમાંચક હશે અને તે જોવાનું રસપ્રદ રહેશે કે શું મસ્કનું આ પ્લેટફોર્મ ટ્વિટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવી કંપનીઓને ટક્કર આપશે.  


IPL 2022: ભાવનગરનો આ ક્રિકેટર કાલની મેચમાં છવાયો, સચિને વખાણ કર્યા અને યુવરાજે સલાહ આપી...


 


India Air Force Recruitment: એરફોર્સમાં 10મું અને 12મું પાસ ઉમેદવારો માટે નીકળી, જાણો વિગત


 


આવતા સપ્તાહે સેમંસગ લૉન્ચ કરશે 6,000mAh બેટરી વાળો ફોન, ક્વાડ કેમેરા સાથે હશે આવા ફિચર્સ


Laxmi Ji Ke Upaye : આર્થિક સંકટ સામે ઝઝુમી રહ્યાં છો તો કરો આ ઉપાય લક્ષ્મીની વરસશે કૃપા