નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ - IPL 2022ની શરૂઆત થઇ ચૂકી છે. ટેલિકૉમ કંપનીઓ પણ પોતાના ગ્રાહકો આઇપીએલની મેચો જોવા માટે માટે બેસ્ટ પ્લાન ઓફર કરી રહી છે. પહેલા જિઓએ આ માટે ખાસ પ્લાન લૉન્ચ કર્યા હવે વીઆઇ -વૉડાફોન-આઇડિયા પણ બે નવા પ્લાન લઇને આવ્યુ છે. આ બન્ને પ્લાનામાં Disney+ Hotstarનુ સબ્સક્રિપ્શન મળી રહ્યુ છે, બન્ને પ્લાન કંપનીના પ્રીપેડ રિચાર્જ પૉર્ટફોલિયોનો ભાગ છે. કંપનીએ અલગ અલગ સેગમેન્ટ માટે આ બન્ને રિચાર્જ રિલીઝ કર્યા છે, પરંતુ આ બન્નેમાં Disney+ Hotstarનુ સબ્સક્રિપ્શન મળી રહ્યુ છે, જાણો શું છે પ્લાન..........
Viનો 499 રૂપિયાનો રિચાર્જ પ્લાન -
વૉડાફોન-આઇડિયાનો પહેલો રિચાર્જ પ્લાન 499 રૂપિયામાં આવે છે, આ પ્લાનમાં યૂઝર્સને 2GB ડેટા પ્રતિદિવસ મળે છે. આની વેલિડિટી 28 દિવસની છે. એટલે કે આ પ્લાનમાં યૂઝર્સને કુલ 56GB ડેટ મળશે. સાથે જ રિચાર્જ પ્લાનમાં યૂઝર્સને અનલિમીટેડ વૉઇસ કૉલિંગ અને 100 SMS દરરોજ મળે છે.
કંપની આ પ્લાનમાં ડિઝ્ની પ્લસ હૉટસ્ટારનું એક વર્ષનુ સબ્સક્રિપ્શન ઓફર કરી રહી છે, ધ્યાન રહે કે રિચાર્જની સાથે ડિઝ્ની પ્લસ હૉટસ્ટારનુ મોબાઇલ સબ્સક્રિપ્શન મળે છે. આ ઉપરાંત પ્લાનમાં યૂઝર્સને 16GB એક્સ્ટ્રા ડેટા વિના કોઇપણ ચાર્જે મળે છે. બીજો પ્લાન 3GB ડેલી ડેટા વાળો છે.
Viએ 901 રૂપિયાનો રિચાર્જ પ્લાન પણ લૉન્ચ કર્યો છે, જે 70 દિવસની વેલિડિટીની સાથે આવે છે. આ પ્લાનની સાથે કન્ઝ્યૂમર્સ અનલિમીટેડ વૉઇસ કૉલિંગ અને 100 SMS દરરોજ મળે છે. કંપની એક વર્ષનુ Disney+ Hotstarનો મોબાઇલ સબ્સક્રિપ્શન આ પ્લાન સાથે આપી રહી છે. સાથે જ યૂઝર્સને 48GB નો એડિશનલ ડેટા વિના કોઇ એક્સ્ટ્રા કૉસ્ટથી મળશે.
આ પણ વાંચો.......
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ 6 મહિના લંબાવાઈ
આ ભાજપ નેતાએ મદ્રેસાઓ પર પ્રતિબંધ લગાવવાની કરી દીધી વાત