1 - આઈફોન છે સૌથી આગળ
મોબાઈલ કંપનીમાં સૌથી આગળ આઈફોન છે. મોંઘા ફોન હોવા છતા આ વર્ષે દુનિયાના સૌથી વધુ વેચારના સ્માર્ટફોન રહ્યાં. આ વર્ષે એપ્પલના 377 લાખથી વધુ આઈફોન 11 વેચ્યા છે. જેની કિંમત 65 હજારથી શરુ થયા છે. તેના બાદ iPhone XR અત્યાર સુધી 80 લાખથી વધુ વેચાયા છે. જેની કિંમત 48 હજાર છે. iPhone SE પણ ટોપ સેલિંગ ફોન છે. જે 87 લાખથી વધુ વેચાયા છે.
2 સેમસંગ
બીજા નંબરે સેમસંગ કંપનીના સ્માર્ટફોન છે. Samsung Galaxy A51 દુનિયાભરમાં 114 લાખથી વધુ યૂનિટ વેચાયા, આ ફોન 2020માં પ્રથમ 6 માસમાં સૌથી વધે વેચાનાર એન્ડ્રોઈડ ફોન છે. જેની કિંમત 24 હજારથી શરુ થાય છે. આ સિવાય ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા 5જી ફોનને પણ ખુબ પસંદ કરવામાં આવ્યો. પરંતુ મોંઘો હોવાના કારણે ટોપ સેલર ના રહ્યો.
3- શાઓમીના ફોન સૌથી પોપ્યૂલર
શાઓમીના ફોને પણ ઘૂમ મચાવી છે. Redmi Note 8 ફોન સમગ્ર દુનિયામાં 110 લાખથી વધુ યુનિટ વેચાયા છે. આ ફોનની માર્કેટમાં 13 હજારથી કિંમત શરુ થાય છે.
4 રેડમી સીરીઝ
જો સેલની હિસાબથી જોવામાં આવે તો શાઓમીના અનેક ફોનનું સારુ વેચાણ થયું. શાઓનો Redmi Note 8 Proનું ખૂબ વેચાણ થયું. આ બજેટમાં પહેલો ગેમિંગ ફોન હતો. જેની કિંમત 17 હજારથી શરુ થાય છે. Redmi 8Aના લગભગ 73 લાખથી વધુ યુનિટ ખરીદાયા છે અને તેની કિંમત 8 હજારથી શરુ થાય છે.
5- વનપ્લસ 8
આ ફોન મોંઘા ફોનની રેન્જમાં છે અને તેની કિંમત 60 હજારથી શરુ થાય છે. જો કે ફિચર્સના કારણે આ ફોન પણ ટોપ રેટેડ ફોનમાં સામેલ રહ્યો. વન પ્લસ સીરીઝના ફોન ONEPLUS 7T PROનું પણ સારું વેચાણ થઈ રહ્યું છે.