નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp વિશે ઘણીબધી ટ્રિક્સ છે, પરંતુ બહુ ઓછા લોકો આ વિશે જાણતા હોય છે. વૉટ્સએપમાં આપણાથી અજાણ્યામાં જરૂરી ફોટાઓ અને વીડિયો ડિલીટ થઇ જાય છે, અને આ માટે યૂઝર્સ પરેશાન પણ થઇ જતો હોય છે. જો તમે આવા ડિલીટ થઇ ગયેલા ડેટાને પાછો મેળવવા માંગતા હોય તો તમે આસાનીથી મેળવી શકો છો.
જોકે, આ ડેટા તમે ડિલીટ થયાના 30 દિવસની અંદર જ ડાઉનલૉડ કરી શકો છો. એક મહિના બાદ ડેટા વૉટ્સએપના સર્વરમાંથી ગાયબ થઇ જાય છે.
આ રીતે પાછા મેળવા ડિલીટ થયેલા ફોટા
જો યૂઝરે પુરેપુરી ચેટ ડિલીટ ના કરી હોય તો ફોટાને ફરીથી ડાઉનલૉડ કરી શકાય છે. આ માટે તમારે ચેટ ઓપન કરીને તે ફોટા સુધી સ્ક્રૉલ કરવુ પડશે, જે તમને જોઇતો હોય. આ પછી તમે તે ફોટા કે વીડિયોને ફરીથી ડાઉનલૉડ કરી શકો છો. ધ્યાન રહે કે ફોટા અને વીડિયોને ડિલીટ કર્યાના 30 દિવસના અંદર જ પાછો લાવી શકાય છે.
કેટલીય વાર આવે છે આ એરર
હંમેશા આપણા વૉટ્સએપ પર ફોટો ડાઉનલૉડ કરતી વખતે એરર મેસેજ આવે છે, જેમાં લખ્યું હોય છે, 'can't download, please ask that it be resend to you?' આવો મેસેજ આવ્યા બાદ આપણે એ જોવાનુ છે કે ફોનમાં એક્ટિવ ઇન્ટરનેટ કનેક્શન છે કે પછી નથી. સાથે ફોનની ડેટ અને ટાઇમ પણ ચેક કરી લો કે તે બરાબર છે કે નહીં, કેમકે ડેટ ખોટી હોવાથી વૉટ્સએપ સર્વર સાથે કનેક્ટ થવામાં પણ પ્રૉબ્લમ આવે છે. વળી, ઘણીવાર ફોનમાં સ્ટૉરેજ ફૂલ થવાથી પણ વૉટ્સએપ પર એરર આવે છે.
WhatsAppમાંથી ડિલીટ થઇ ગયેલા ફોટો અને વીડિયોને આ રીતે લાવી શકાય છે પાછા, જાણો ટ્રિક્સ વિશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Aug 2020 12:03 PM (IST)
જોકે, આ ડેટા તમે ડિલીટ થયાના 30 દિવસની અંદર જ ડાઉનલૉડ કરી શકો છો. એક મહિના બાદ ડેટા વૉટ્સએપના સર્વરમાંથી ગાયબ થઇ જાય છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -