નવી દિલ્હી: કોરોના મહામારીના કારણે વર્ષ 2020 ખૂબ જ ઉતાર-ચડાવ વાળુ રહ્યું છે. મહામારીના કારણે દેશ અને દુનિયામાં મોટાભાગની ઈન્ડસ્ટ્રી ખૂબ જ પ્રભાવિત થઈ. આ દરમિયાન પણ સ્માર્ટફોન કંપનીઓએ નવા ફીચર્સ સાથે ઘણી પ્રોડક્ટ બજારમાં ઉતારી, જેને લોકોએ ખૂબ જ સારૂ પ્રતિસાદ આપ્યો છે. તમે જાણીને હેરાન થશો કે વર્ષ 2020માં લાંબા લોકડાઉન છતા કરોડા સ્માર્ટફોનનું વેચાણ થયું છે. જેમાં અલગ-અલગ કંપનીઓએ બાજી મારી છે. આજે તમને પાંચ બ્રાન્ડ વિશે જણાવી રહ્યા છીએ. જેણે ભારતીય બજારમાં આ વર્ષે ધૂમ મચાવી છે.

Samsung

એક વખત ફરી સેમસંગે ભારતી લોકો પર સૌથી વધારે અસર છોડી છે. રિસર્ચ ફર્મ કાઉન્ટરપોઈન્ટની રિપોર્ટના અનુસાર દેશમાં સ્માર્ટફોન સેગમેન્ટમાં સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સેમસંગે 5.3 કરોડ (53 મિલિયન) યૂનિટ વેચાણ સાથે નંબર વન બ્રાન્ડ રહી. સેમસંગે શાઓમીને પાછળ છોડી આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સેમસંગ ભારતીય સ્માર્ટફોન બજારમાં બે વર્ષ બાદ 32 ટકા વાર્ષિક વધારા સાથે એક અગ્રણી બ્રાન્ડ બની છે. કંપનીના મજબૂત પ્રદર્શન અને પ્રભાવી સપ્લાઈ ચેનના કારણે આ ઉપલબ્ધિ મેળવી છે. સેમસંગનો બજારમાં 24 ટકા શેર રહ્યો.

Xiaomi

2018 ના ત્રીજા ક્વાર્ટર બાદ પ્રથમ વખત ચીની સ્માર્ટફોન કંપની શાઓમી 4 ટકા ઘટાડા સાથે ભારતીય બજારમાં બીજા નંબર પર રહી છે. Covid-19 મહામારીના કારણે કંપનીની મેન્યૂફેક્ચરિંહ અને સપ્લાઈ ખૂબ જ પ્રભાવિત થઈ. પરંતુ Redmi 9 અને Note 9 સીરીઝના કારણે કંપનીએ મજબૂતીથી વાપસી કરી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે Xiaomi ટૂંક સમયમાં વાપસી કરી શકે છે. શાઓમીનો બજારમાં 23 ટકા શેર રહ્યો.

Vivo

ચીની કંપની વીવો 16 ટકા માર્કેટ શેર સાથે ભારતમાં ત્રીજા નંબર પર રહી છે. રિસર્ચ ફર્મની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે ભારત અને ચીન સરહદ પર રહેલા તણાવના કારણે કંપનીનો બિઝનેસ પ્રભાવિત થયો છે. પરંતુ હવે તેમનો બિઝનેસ ધીમે ધીમે વધી રહ્યો છે. તહેવારોની સીઝનમાં રેકોર્ડ વેચાણ કર્યું. વીવોનું ઓફલાઈન બિઝનેસ પર વધારે ધ્યાન રહ્યું છે, પરંતુ કંપની પોતાની ઓનલાઈન હાજરી વધારી રહ્યું છે.
Realme

રિયલમી ભારતીય બજારમાં ભાગીદારી 15 ટકા છે. લોકડાઉનમાં મળેલી છૂટ બાદ બજારમાં છેલ્લા કેટલાક સમયથી કંપનીનો બિઝનેસ વધ્યો છે. ઓગસ્ટ મહિનામાં કંપનીના સ્માર્ટફોનની માંગ વધારે રહી. ઘણા ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી કંપનીએ લાખો યૂનિટનું વેચાણ કર્યું.

Oppo

10 ટકાની બજાર ભાગીદારી સાથે ઓપ્પોની પાંચમી સૌથી મોટી બજાર ભાગીદારી છે. એક અંગ્રેજી અખબારની રિપોર્ટ અનુસાર ઓપ્પો ટૂંક સમયમાં સ્માર્ટ ટીવી જેવા નવા ઉત્પાદ શ્રેણીમાં પ્રવેશ કરશે. તેને હાલમાં ચીનમાં પોતાની વ્યાપક IoT રણનીતિનો ખુલાસો કર્યો, જે મજુબ તે વ્યક્તિગત મનોરંજન, ઘરેલુ ઉપકરણો અને ફિટનેસ ઉપકરણો પર ધ્યાન કેંદ્રિત કરી રહ્યું છે.