TikTok ફોનની શું છે કિંમત....
TikTok સ્માર્ટફોનમાં કંપનીએ દમદાર કેમેરા ફિચર આપ્યા છે, ચીનમાં આ ફોનની શરૂઆતી કિંમત 2,899 યુઆન (લગભગ 29,000 રૂપિયા) રાખવામાં આવી છે. આ ઉપરાંત 8જીબી+256જીબી વેરિએન્ટ વાળા ફોનની કિંમત 3,199 યુઆન (લગભગ 32000 રૂપિયા) અને 12જીબી+256જીબી વાળા વેરિએન્ટની કિંમત 3,599 યુઆન (લગભગ 36000 રૂપિયા) રાખવામાં આવી છે.
TikTok ફોનની ફિચર્સ....
કંપનીએ આમાં દમદાર કેમેરા અને પ્રૉસેસર આપ્યા છે. ફોનમાં 6.39 ઇંચની ફૂલ એચડી+ AMOLED ડિસ્પ્લે છે, આમાં સ્નેપડ્રેગન 855+ પ્રૉસેસર અને એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે.
ફોનમાં 12જીબી સુધીની રેમ અને સ્ટૉરેજ 256 જીબી સુધીનુ ઓપ્શન છે, ફાસ્ટ ડેટા ટ્રાન્સફર ઉપરાંત UFS 3.0 સપોર્ટ પણ છે. ફોન સ્માર્ટિસન ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
ફોનમાં ચાર કેમેરા છે....
ફોનમાં ક્વૉડ (ચાર) રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, આમાં 48 મેગાપિક્સલના પ્રાઇમરી સેન્સરની સાથે 13 મેગાપિક્લનો વાઇડ એન્ગલ કેમેરો, 8 મેગાપિક્સલના ટેલિફોટો લેન્સ અને 5 મેગાપિક્સલનો મેક્રો કેમેરો આપવામાં આવ્યો છે.
ફોનના પ્રાઇમરી કેમેરા Sony IMX586 સેન્સરની સાથે આવે છે, ફ્રન્ટ કેમેરાની વાત કરીએ તો ફોનમાં સેલ્ફી માટે 20 મેગાપિક્સલનો કેમેરો લગાવવામાં આવ્યો છે.