નવી દિલ્હીઃ આજકાલ ગૂગલ મેપ એક જરૂરી એપ બની ગઇ છે. લૉકેશન માટે લોકો આ એપનો ભરપુર ઉપયોગ કરી રહ્યાં છે. આ એપની મદદથી તમે ગમે તેવા અજાણ્યા રસ્તા પર પણ સરળતાથી જઇ શકો છો, અને બીજા લોકોને લૉકેશન પણ શેર કરી શકો છો. ખાસ કરીને જો તમારે નવી જગ્યાએ જવુ હોય તો ગૂગલ મેપ એક ગાઇડનુ કામ કરે છે, તમે આસાનીથી કોઇપણ લૉકેશનને ઓળખી શકો છો.ઘણીવાર ઇન્ટરનેટના પ્રૉબ્લમના કારણે લૉકેશન પર પહોંચવામાં તકલીફ પડી શકે છે. પરંતુ તમને ખબર છે ઇન્ટરનેટ વિના પણ ગૂગલ મેપને ચલાવી શકાય છે? જો તમે આમ કરવા માંગતા હોય તો આ માટે તમારે અહીં આપેલી ટિપ્સને ફોલો કરવી પડશે.
ઓફલાઇન પણ ચલાવી શકાય છે ગૂગલ મેપ
કોઇને કદાચ ખબર નહીં હોય પરંતુ ઇન્ટરનેટ અને નેટવર્ક વિના પણ ગૂગલ એપ ચલાવી શકાય છે. જો તમને લાગે કે ઇન્ટરનેટ કે નેટવર્ક સ્લૉ છે તો પણ ગૂગલ મેચ ચલાવી શકાય છે. તમને લૉકેશન પર પહોંચવામાં પ્રૉબ્લમ નહીં આવે.
ઉદાહરણ તરીકે, જો તમારે દિલ્હીથી શિમલા જવુ છે અને તમારા ફોનનુ ઇન્ટરનેટ નથી ચાલતુ, તો તમારે શિમલા અને દિલ્હીની વચ્ચે આવનારા બધા સ્ટેટના ગૂગલ મેપ ડાઉનલૉડ કરવા પડશે, અને પછી ફોનમાં ઇન્ટરનેટ વિના કે ફોનમાં નેટવર્ક વિના પણ તમે આસાથી લૉકેશન સુધી પહોંચી શકો છો.
ગૂગલ મેપને કેવી રીતે કરવુ ડાઉનલૉડ
ઓફલાઇન જીપીએસ ચલાવવા માટે પહેલા તમારે ગૂગલ પ્લે સ્ટૉર કે એપલ સ્ટૉર પરથી ગૂગલ મેપ ડાઉનલૉડ કરવુ પડશે.આ મેપની મદદથી તમે ફોનમાં ઇન્ટરનેટ કે નેટવર્ક વિના તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચી શકો છો. ગૂગલ મેપથી કોઇપણ લૉકેશનનુ મેપ પોતાના સ્માર્ટફોનમાં પહેલાથી ડાઉનલૉડ અને સેવ કરી શકાય છે. બસ તમારે ત્યાં જઇને તેનુ મેપ ડાઉનલૉડ કરવાનુ છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
ઇન્ટરનેટ વિના જ ચલાવી શકાશે ગૂગલ મેપને, કરો આ મહત્વની ટિપ્સનો યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Sep 2020 03:18 PM (IST)
ઘણીવાર ઇન્ટરનેટના પ્રૉબ્લમના કારણે લૉકેશન પર પહોંચવામાં તકલીફ પડી શકે છે. પરંતુ તમને ખબર છે ઇન્ટરનેટ વિના પણ ગૂગલ મેપને ચલાવી શકાય છે? જો તમે આમ કરવા માંગતા હોય તો આ માટે તમારે અહીં આપેલી ટિપ્સને ફોલો કરવી પડશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -