વૉશિંગટનઃ અમેરિકાના વૉશિંગટનમાં મોડી રાત્રે એક ફેડરલ જજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચીની એપ ટિકટૉકને એપ સ્ટૉર પરથી બેન કરવાના આદેશ પર રોક લગાવી દીધી છે. ટ્રમ્પે તાજેતરમાં જ એપની સુરક્ષાને લઇને ટિકટૉકને એપ સ્ટૉર પરથી બેન કરવાનો આદેશ આપ્યો હતો. આમા ટ્રમ્પ તંત્ર તરફથી કહેવામાં આવ્યુ હતુ કે રવિવાર બાદ એપલ અને ગૂગલ પ્લે સ્ટૉર પરથી ટિકટૉકને ડાઉનલૉડ નહીં કરી શકાય.


ટ્રમ્પે ટિકટૉક પ્રતિબંધ માટે આપ્યો હતો આદેશ
આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષાના હિતોનો હવાલો આપતા બન્ને ટિકટૉકને બેન કરવાનો ફેંસલો કરી દીધો હતો. ટ્રમ્પે કહ્યું હતુ કે આ એપ્સ દ્વારા યૂઝરની મોટા પ્રમાણમાં જાણકારી લેવામાં આવી રહી છે, અને આ જોખમ વાસ્તવિક છે આ ડેટાને ચીની કૉમ્યુનિસ્ટ પાર્ટી તરફથી એક્સેસ કરવામાં આવી શકે છે.

રિપોર્ટ પ્રમાણે આ કાર્યવાહીથી ટ્રમ્પે કહ્યું કે, તેને ટિકટૉક વિશે ફેંસલો કરવા માટે વૉલમાર્ટ અને ઓરેકલ પ્રતિનિધિઓની સાથે વાતચીત કરી છે. ટિકટૉક ચીની કંપની બાઇટડાન્સની એપ છે. અમેરિકામા ટિકટૉકના લગભગ 10 કરોડ યૂઝર છે.



કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ