નવી દિલ્હીઃ હાલમાં દેશભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ઉનાળાની સિઝનમાં તાપમાનનો પારો સરેરાશ 40 ડિગ્રી ઉપર પહોંચી રહ્યો છે, ત્યારે દરેકને ઓવરહીટિંગનો પ્રૉબ્લમ બહુ નડે છે, ખાસ કરીને લેપટૉપનો સતત યૂઝ કરનારા લોકોને લેપટૉપ ઓવરહીટિંગનો ઇશ્યૂ રહે છે. જો તમારુ લેપટૉપ ઓવરહીટ થઇ રહ્યું હોય તો અહીં અમે તમને એક આસાની રીત બતાવીએ છીએ, જેનાથી ઇશ્યૂને ફિક્સ કરી શકો છો. 


ઓવરહીટિંગ ઇશ્યૂનો કઇ રીતે કરશો ફિક્સ -


લેપટૉપની બેટરી..... કેટલીય વાર લેપટૉપ ગરમ થવાનુ કારણ છે લેપટૉપની બેટરી. જો લેપટૉપની બેટરી કામ નથી કરી રહી, કેટલીયવાર લોકો ઘણીવાર લેપટૉપને ચાર્જ કરે છે, કે પછી કેટલાક લોકો હરહંમેશ લેપટૉપ ચાર્જિંગમાં રાખીને કામ કરતા હોય છે. વધારે સમય સુધી બેટરી ચાર્જ કરવાથી બેટરી ગરમ થઇ જાય છે, અને આ કારણે લેપટૉપ પણ હીટઅપ થવા લાગે છે. આવામાં જો બેટરી ગરમ થઇ રહી છે તો તેને બદલી નાંખો.


કૂલિંગ ફેનને રાખો ક્લિન..... લેપટૉપમાં એક કૂલિંગ ફેન હોય છે, અને આ હીટઅપથી બચાવે છે, આને ટાઇમ ટૂ ટાઇમ ક્લીન કરવો જરૂરી છે. ઘણીવાર લેપટૉપમાં ધૂળ-માટી કે બીજા પાર્ટકલ આવી જાય તો તેનુ કૂલિંગ ઓછુ થઇ જાય છે. જો લેપટૉપનો કૂલિંગ ફેન કામ નથી કરતો તો તેને રિપેર કરાવો, જેથી લેપટૉપ ઓછુ ગરમ થાય.


યોગ્ય જગ્યા પર રાખો લેપટૉપ.... ઓફિસમાં તો લેપટૉપ હંમેશા ડેસ્ક કે પછી કૉમ્પ્યૂટર ટેબલ પર જ હોય છે, પરંતુ આજકાલ લોકો ઘરેથી કામ કરી રહ્યાં છે, તે તેને ઘણા લોકો ખોળામાં રાખે છે કે પછી તકિયા પર રાખીને કામ કરે છે, જે ખરેખર ખોટુ છે. મોટાભાગના લેપટૉપ કૂલિંગ માટે નીચેથી એર લે છે, આવામાં લાંબા સમય સુધી કામ કરવા માટે લેપટૉપને યોગ્ય જગ્યા પર રાખવુ જોઇએ, જેથી એર વેન્ટિલેશન યોગ્ય રીતે થાય, અને CPUના ફેનને પુરેપુરી હવા મળી રહે.


લેપટૉપને રાખો સાફ...... લેપટૉપની સફાઇ બન્ને બાજુથી જરૂરી છે, વધુ ટાઇમ કામ કરતા સમય લેપટૉપ ગરમ ના થાય તે માટે લેપટૉપને દરરોજ 2-3 દિવસમાં કોઇ સૉફ્ટ એન્ડ ક્લિન કપડાંથી આખુ સાફ કરો, કે લેપટૉપને ક્લિનર બ્રશથી ક્લિન કરો. આ ઉપરાંત સ્મૂથ ફંક્શનિંગ માટે તેમાંથી એક્સ્ટ્રા એપ્લીકેશન હટાવી દો. લેપટૉપ મેમરી ફૂલ થયા બાદ સ્લૉ થઇ જાય છે, અને પ્રૉસેસર પર જોર પડે છે આનાથી ગરમ થવા લાગે છે.


લેપટૉપને પણ આપો રેસ્ટ...... જો દિવસ રાત લેપટૉપને ઓન રાખશો તો તે વધુ હીટઅપ થશે, દિવસમાં કામ કર્યા બાદ લેપટૉપને પણ જરૂર આરામ આપો, અને જો થોડો લાંબો બ્રેક લઇ રહ્યાં છો તો સ્લીપ મૉડ પર નાંખી દો. ઘણીવાર જો આખો સમય લેપટૉપને ઓન રાખો છો તો તે વધુ ગરમ થઇ જાય છે. એટલે સુતી વખતે લેપટૉપને પણ શટડાઉન કરી દો.