નવી દિલ્હીઃ ચીન સાથે સરહદ વિવાદ બાદ ભારત સરકારે આકરા પગલા ભર્યા અને 59 ચીની એપ્સને બેન કરી દીધી હતી. આ બેન થયેલી એપ્સમાં સૌથી વધુ પૉપ્યુલર એપ ટિકટૉક પણ સામેલ છે. જોકે, ખાસ વાત એ છે કે ભારતમાં કેટલાક લોકો એવા હતા જે ટિકટૉક સ્ટાર બની ચૂક્યા હતા અને આ એપ્સના મધ્યમથી લાખો અને કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યાં હતા. આ ટિકટૉક સ્ટાર પાસે કરોડોની સંખ્યામાં ફોલોઅર્સ હતા. ટિકટૉક પર પ્રતિબંધ લદાતા જ હવે આ સ્ટાર્સ નવરાં પડી ગયા છે અને અન્ય કામ ધંધો કરવા લાગ્યા છે.


આમાં કેટલાય લોકો એવા હતા જે ક્યારેય કોઇ ફિલ્મ કે ટીવી સીરિયલમાં પણ નહતા આવ્યા છતાં કરોડો લોકોના ચહેતા બની ગયા હતા. આ લોકો પાસે કરોડોની સંખ્યામાં ફેન ફોલોઇંગ હતુ.



રિયાઝ અલી
ટિકટૉક પર રિયાઝ અલીના 27 મિલીયન ફોલોઅર્સ હતા, પોતાની હેરસ્ટાઇલ માટે જાણીતો રિયાઝનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વેરીફાઇડ છે, અને 8 મિલીયનથી વધુ ફોલોઅર્સ છે.



નિશા ગુરગૈન
નિશા ગુરગૈન ટિકટૉક પર સૌથી ચર્ચિત સ્ટાર છે. તેના 21.7 મિલીયન ફોલોઅર્સ હતા, વળી ઇન્સ્ટાગ્રામ પર નિશાના ફોલોઅર્સની સંખ્યા 2 મિલીયનથી પણ વધુ છે.



આરિશફા ખાન
આરિશફાના ટિકટૉક પર 20.7 મિલિયન ફોલોઅર્સ હતા, વળી ઇન્સ્ટાગ્રામ પર 8 મિલીયનથી વધુ ફોલોઅર્સ છે. ઇન્સ્ટા બાયો અનુસાર આરિશફા એક્ટિંગ પણ કરતી હતી.



આવેઝ દરબાર
આવેજ દરબારના ટિકટૉક પર 21.4 મિલીયન હતા, જ્યારે ઇન્સ્ટાગ્રામ પર 5 મિલીયનથી વધુ ફોલોઅર્સ છે. ઇન્સ્ટા બાયો અનુસાર આવેજ એક્ટિંગ પણ કરતો હતો.



જન્નત ઝૂબેર
જન્નત ઝૂબેર રહમાનીનને ચહેરાથી તો કેટલાય લોકો ઓળખે છે. જન્નત ટીવી જાહેરાતોમાં દેખાતી હતી. ટિકટૉકની મોટી સેલિબ્રિટી છે, તેના ફોલોઅર્સની સંખ્યા 20.3 મિલીયન હતી, વળી ઇન્સ્ટાગ્રામ પર જન્નતના 16 મિલીયનથી વધુ ફોલોઅર્સ છે.



અવનીત કૌર
અવનીત કૌર પણ એક જાણીતો ચહેરો છે, ટીવી જાહેરાતોની સાથે ફિલ્મોમાં પણ કામ કરે છે. ટિકટૉક પર તેના 18.1 મિલિયન લોકો ફોલો કરતા હતા., જ્યારે ઇન્સ્ટાગ્રામ પર 11 મિલીયનથી વધુ ફોલોઅર્સ છે.