Whatsapp Latest Features: વૉટ્સએપને કંપની સતત અપડેટ કર્યા કરે છે. કેમ કે યૂઝર્સને નવા નવા ફિચર્સથી નવુ નવુ અપડેટ મળતુ રહે. 2020માં નશનલે પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની (એનસીપીઆઇ) મંજૂરી બાદ તમામ યૂઝર્સ માટે શરૂ કરવામાં આવ્યુ છે. જ્યારે એપ 227થી વધુ બેન્કોની સાથે રિયલ ટાઇમ પેમેન્ટ સિસ્ટમ ઓફર કરે છે. આજે અમે તમને બતાવી રહ્યા છીએ કે કઇ રીતે તમે પોતાના યુપીઆઇ પિનને વૉટ્સએપ સાથે ફેરવી શકો છો કે રિસેટ કરી શકો છો.
વૉટ્સએપ પર યુપીઆઇ પિન કઇ રીતે બદલશો-
પોતાના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં વૉટ્સએપ એપ ખોલો.
આ પછી ઉપર જમણી બાજુ થ્રી ડૉટ્સ આઇકૉન પર ટેપ કરો અને પછી પેમેન્ટ્સ પર ટેપ કરો.
પેમેન્ટ્સ સેક્શન અંતર્ગત તે બેન્ક એકાઉન્ટ પર ટેપ કરો, જેના માટે તમે યુપીઆઇ પિન નંબર બદલવા માંગો છો.
આ પછી ચેન્જ યુપીઆઇ પિન પર ટેપ કરો.
આગળનો, પહેલાનો યુપીઆઇ પિન એન્ટર કરો પછી એક નવો યુપીઆઇ પિન એન્ટર કરો.
નવા યુપીઆઇ પિન નંબરની પુષ્ટી કરો અને હવે તમારો નવો પિન તૈયાર છે.
વૉટ્સએપ પર યુપીઆઇ પિન કઇ રીતે રિસેટ કરવો-
જો તમે વૉટ્સએપ પર યુપીઆઇ પિન રિસેટ કરવા માંગો છો, તો આ માટે તમારે આ પ્રૉસેસ ફોલો કરવાની છે.
More Options પર ટેપ કરો અને પછી Payments પસંદ કરો.
જે બેન્ક એકાઉન્ટનો તમે તમારો યુપીઆઇ પિન નંબર ભૂલી ગયો છો તેને સિલેક્ટ કરો.
આ પછી ફૉરગૉટ યુપીઆઇ પિન પર ટેપ કરો.
આ પછી, CONTINUE પસંદ કરો અને પોતાનો ડેબિટ કાર્ડ નંબર અને લાસ્ટ ડેટના છેલ્લા 6 આંકડાને એન્ટર કરો. (કેટલીક બેન્કો તમારો CVV નંબર પર માંગી શકે છે)
આ પછી તમે તમારો યુપીઆઇ પિન રિસેટ કરી શકશો.
આ પણ વાંચો.....
Gujarat Rain: અષાઢી બીજના દિવસે રાજ્યમાં છવાયો વરસાદી માહોલ, ભગવાન જગન્નાથ પર વરુણ દેવના અમી છાંટણા
IND vs ENG Test: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે આજથી ટેસ્ટ, એજબેસ્ટનમાં ટીમ ઇન્ડિયાનો છે ખરાબ રેકોર્ડ
Vastu Shastra Tips: આ વસ્તુઓનો ઉધાર માંગીને ના કરો ઉપયોગ, નહી તો થશે નુકસાન