​Twitter Blue: ટ્વિટર પર એલન મસ્કના ટેકઓવર બાદ જ ટ્વિટર બ્લૂ સર્વિસ માટે ચાર્જ વસૂલવાની શરૂઆત કરાઇ હતી. યુઝર્સ પાસે કંપની આ સેવા બદલ કેટલી ફી વસુલશે તેની જાણકારી અગાઉ આપવામા આવી હતી. પરંતુ હવે ટ્વિટર દ્વારા સબ્સ્ક્રિપ્શન સેવા શરૂ કરવામાં આવી છે. ભારતમાં ટ્વિટરની બ્લૂ સેવાનો ઉપયોગ કરનારા યુઝર્સને દર મહિને 650 રૂપિયા ચૂકવવા પડશે. વેબ યુઝર્સ માટે આ ફી 650 રૂપિયા રાખવામાં આવી છે જ્યારે મોબાઈલ યુઝર્સે ટ્વિટર બ્લૂ સર્વિસ માટે 900 રૂપિયા ચૂકવવા પડશે.


છેલ્લા કેટલાક દિવસોમાં ટ્વિટર દ્ધારા અમેરિકા, બ્રિટન, કેનેડા અને જાપાન સહિત અન્ય ઘણા દેશોમાં ટ્વિટર બ્લૂ સેવા શરૂ કરવામાં આવી હતી. આ દેશોમાં વેબ યુઝર્સ માટે દર મહિને 8 ડોલરનો ચાર્જ રાખવામાં આવ્યો છે. જ્યારે યુઝર્સે વાર્ષિક સબ્સ્ક્રિપ્શન લેવા માટે  84 ડોલર ખર્ચવા પડશે. Twitter, Android યુઝર્સ પાસેથી  3 ડોલર વધુ ચાર્જ કરશે અને Google ને કમિશન આપશે. હવે ટ્વિટરે ભારતમાં પણ આ સેવા શરૂ કરી છે. અહેવાલો અનુસાર, ટ્વિટર બ્લૂ સેવા મેળવવા માટે વેબ યુઝર્સે  દર મહિને 650 રૂપિયા અને મોબાઇલ યુઝર્સે દર મહિને 900 રૂપિયા ખર્ચવા પડશે. જ્યારે એક વર્ષનું સબ્સ્ક્રિપ્શન લેનારા યુઝર્સે 6800 રૂપિયા ચૂકવવા પડશે.


વાસ્તવમાં, થોડા મહિનાઓ પહેલા એલન મસ્કે ટ્વિટર 44 બિલિયન ડોલરમાં ખરીદ્યું હતું. જે બાદ કંપનીમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. મસ્કે કંપનીના સીઈઓ પરાગ અગ્રવાલ સહિત અનેક ઉચ્ચ અધિકારીઓને છૂટા કર્યા હતા. આ સાથે મસ્કે આ સમયગાળા દરમિયાન ટ્વિટર બ્લૂ સર્વિસ અને કેટલીક અન્ય સેવાઓ માટેના ચાર્જ વિશે પણ વાત કરી હતી.


ટ્વિટર બ્લૂ સબ્સ્ક્રિપ્શન લેનારા યુઝર્સને બ્લુ ટિક આપવામાં આવે છે.


યુઝર્સને ટ્વીટ એડિટ કરવાની સુવિધા મળે છે.


યુઝર્સ 4000 અક્ષરો સુધીની ટ્વીટ પોસ્ટ કરી શકશે.


1080p વિડિયોમાં વિડિયો અપલોડની સુવિધા.


રીડર મોડ એક્સેસ.


યુઝર્સ ઓછી જાહેરાતો પણ જોશે.


આ યુઝર્સના ટ્વીટને રિપ્લાય અને ટ્વીટ્સમાં પણ પ્રાથમિકતા આપવામાં આવશે.


Breaking News: માત્ર ટ્વિટર જ નહીં, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પણ ડાઉન, યુઝર્સ પોસ્ટ કરી શકતા નથી, સપોર્ટે કહ્યું - 'ટૂંક સમયમાં ઠીક થઈ જશે'


Twitter Down: વિશ્વના ઘણા દેશોમાં ટ્વિટર ડાઉન થઈ ગયું છે. ટ્વિટર સપોર્ટે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. તેમની તરફથી આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે હજારો યુઝર્સે તેમને ટ્વીટ કરીને સેવાઓનો ઉપયોગ કરી શકતા ન હોવાની માહિતી આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્વિટરમાં આ ખામી ત્યારે આવી છે જ્યારે સીઈઓ એલોન મસ્કે યુએસમાં તેના વપરાશકર્તાઓને 4 હજાર શબ્દો સુધી ટ્વિટ કરવાની સુવિધા શરૂ કરી છે.


વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ અનુસાર, ઈલોન મસ્કના કાર્યકાળ દરમિયાન આ પહેલીવાર બન્યું છે જ્યારે લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય. ગયા વર્ષે કંપનીનો કબજો સંભાળ્યા પછી, ટ્વિટરે તેના બે તૃતીયાંશ કર્મચારીઓને કાઢી મૂક્યા, જેનાથી લોકોને આશ્ચર્ય થયું કે કંપની આટલા ઓછા કર્મચારીઓ સાથે કેવી રીતે સરળતાથી કામ કરી શકે.


ઘણા યુઝર્સે કહ્યું કે તેમને ટ્વીટ કર્યા બાદ તેમને આ મેસેજ મળી રહ્યો છે કે તમારી ટ્વીટ કરવાની લિમિટ પૂરી થઈ ગઈ છે. એક યુઝરે કહ્યું કે તમે ટ્વીટ કરવાની મર્યાદા વટાવી દીધી છે. આ મેસેજ સિવાય યુઝર્સે ટ્વિટરને જણાવ્યું કે યુઝર્સને ડાયરેક્ટ મેસેજ મોકલવામાં, અન્ય એકાઉન્ટને ફોલો કરવામાં અને ઓછા સમયમાં તેમની સામગ્રી પોસ્ટ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.