નવી દિલ્હીઃ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વીટરે 1 લાખ 70 હજારથી વધુ એકાઉન્ટને બંધ કરી દીધા છે. ટ્વીટરએ આ કાર્યવાહી એટલા માટે કરી, કેમકે આ એકાઉન્ટ્સ દ્વારા કોરોનાને લઇને ચીનના પ્રોપગેન્ડાને આગળ વધારવામાં આવી રહ્યો હતો. આ એકાઉન્ટ્સથી ચીની સરકારના સમર્થનમાં એક પ્રકારનુ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતુ, જેના કારણે ટ્વીટરે ગુરુવારે આવા તમામ એકાઉન્ટને બંધ કરી દીધા છે.


સીએનએન અનુસાર, ટ્વીટરની સાથે કામ કરનારા એક્સપર્ટનું કહેવુ છે કે સંબંધિત એકાઉન્ટ હોંગકોંગના વિરોધ પ્રદર્શન અને કૉવિડ-19 પર પૉસ્ટ કરી રહ્યાં હતા. ટ્વીટરે કહ્યું કે, આ એકાઉન્ટ્સ ચીનના કૉમ્યુનિસ્ટ પાર્ટીના અનુકુળ જિયોપોલિટિકલ નેરેટિવને ફેલાવવાનુ કામ કરી રહ્યાં હતા. જે અમારી પૉલીસીની વિરુદ્ધનુ છે. એટલા માટે તે એકાઉન્ટને બંધ કરી દેવામાં આવ્યા છે.



ટ્વીટરે કહ્યું કે જે એકાઉન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમાંથી ચીની ભાષાઓમાં ટ્વીટ કરવામાં આવી રહ્યાં હતા. જોકે ટ્વીટર સત્તાવાર રીતે ચીનમાં બેન છે અને ત્યાં લોકો VPN કનેક્શન દ્વારા સોશ્યલ મીડિયા સાઇટનો ઉપયોગ કરે છે.

ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજિક પૉલીસી ઇન્સ્ટીટ્યૂટ અનુસાર, આ ચીની અભિયાન વિદેશોમાં રહેતા ચીની નાગરિકો હતા. ટ્વીટરે કહ્યું કે તેને હાઇલી એન્ગેઝ્ડ કોર નેટવર્ક તરીકે 23750 એકાઉન્ટને આઇડેન્ટિફાઇ કર્યા છે. તેમાં ચીની સમર્થન વાળી કન્ટેન્ટનો ઉપયોગ થતો હતો.