Wired સાથે થયેલી વાતચીતમાં ડોર્સીએ કહ્યું કે, ટ્વિટર યુઝર્સે પોસ્ટ કરેલા ટ્વિટ્સમાં ફેરફાર માટે એડિટનું બટન અથવા ઓપ્શન આપવામાં નહી આવે. ડોર્સીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ટ્વિટર પર યુઝર્સને એડિટનું ફિચર મળશે. જેના જવાબમાં ડોર્સીએ કહ્યું કે, અમે કદાય ક્યારેય એવું નહી કરીએ. પ્લેટફોર્મ પર એડિટનું ઓપ્શન નહી આપવાનો આઇડિયા ટ્વિટરના ઓરિજનલ ડિઝાઇન અને ઓળખ સાથે જોડાયેલો છે.
ટ્વિટર સીઇઓએ કહ્યું કે, અમે આ સર્વિસ એક એસએમએસ અથવા ટેક્સ મેસેજ સર્વિસ તરીકે શરૂ કરી હતી. જેમ તમને બધાને ખ્યાલ છે કે કોઇ મેસેજને એકવાર મોકલ્યા બાદ તમે તેમાં કોઇ ફેરફાર કરી શકતા નથી. તે સિવાય એવો પણ તર્ક છે કે યુઝર્સ પોતાના ટ્વિટને ખૂબ શેર થયા બાદ અને પસંદ કર્યા બાદ એડિટ કરી ખોટી જાણકારી ફેલાવી શકે છે અને આ ફિચરનો ખોટો ઉપયોગ થઇ શકે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અમે કદાચ ક્યારેય આ ફિચર યુઝર્સને આપીશું નહીં.