નવી દિલ્હીઃ કંપનીએ પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટરને વધુ ઉપયોગી અને આકર્ષક બનાવવા માટે કામ હાથ ધર્યુ છે. 9ટૂ5ના રિપોર્ટ અનુસાર, કંપની બહુ જલદી એન્ડ્રોઇડ માટે ટ્વીટરના એક જ ટ્વીટમાં તસવીરો અને વીડિયો એડ કરવાની સુવિધા આપવાની તૈયારીમાં છે.
9ટૂ5નાના રિપોર્ટ અનુસાર, માઇક્રો બ્લૉગિંગ સાઇટ ટ્વીટરમાં આગામી દિવસોમાં કેટલાક નવા ફેરફાર આવી શકે છે. કહેવાઇ રહ્યું છે કે, હવે યૂઝર્સ એક ટ્વીટમા એક તસવીર અને એક વીડિયોને એડ કરવાનુ સંભવ બનાવી શકશે. આજની સ્થિતિમાં મીડિયાના ટ્વીટમાં મોટાભાગે ચાર તસવીરો કે એક વીડિયો ગેલેરી સામેલ થઇ શકે છે, જેમાં બન્નેનુ કોઇ મિશ્રણ નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે મીડિયાને મિલાવવાની આ નવી ક્ષમતા છતા, ટ્વીટમાં હજુ પણ મીડિયાના માત્ર ચાર ટુકડા થઇ શકે છે.
એક ટ્વીટને એક રિવૉર્ડ આપવાની અનુમતિ -
જોકે, આ સુવિધા કઇ રીતે કામ કરશે, તેના વિશે સટીક જાણકારી હજુ સ્પષ્ટ થઇ નથી. ડેવલપર ડાયલન રસેલને એક બટન મળ્યુ છે, જે યૂઝર્સને એક ટ્વીટને એક એવોર્ડ આપવાની અનુમતિ આપશે અને એ વાતનો સબૂત આપશે કે આ ટ્વીટ એ બતાવશે કે આને કેટલા રિવૉર્ડ્સ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા કંપની ટ્વીટ એડિટ ફિચરની ફેસિલિટી આપી ચૂક્યુ છે.
આ પણ વાંચો........
સંસ્કૃત ભાષાને વ્યવહારમાં લાવવા વધુ એક પગલું, સોમનાથ મંદિરના પુજારીઓ સંસ્કૃતમાં વાતચીત કરશે
Health: ઉનાળામાં આ 5 ફૂડનું કરો સેવન, ગરમીમાં પણ રહેશો સ્વસ્થ
Health tips: વજન ઘટાડવા ઘરે બેઠા જ કરો આ કામ સરળતાથી ઉતરી જશે વજન
Sri Lanka Emergency: શ્રીલંકામાં ઈમરજન્સી લાગુ, રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ કરી જાહેરાત