નવી દિલ્હીઃ માઇક્રો બ્લૉગિંગ સાઇટ ટ્વીટર (Twitter) એક નવુ ફિચર લઇને આવી રહ્યું છે. જેનુ ટેસ્ટિંગ શરૂ થઇ ચૂક્યુ છે. ટ્વીટરે કહ્યું કે, તે યૂઝર્સ માટે તે કન્વર્ઝેશનમાંથી ખુદને હટાવાની એક નવી રીત પર ટેસ્ટિંગ કરી રહ્યું છે, જેનો તે ભાગ નથી બનવા માંગતા. કંપનીએ કહ્યું કે, કેટલાક યૂઝર્સ હાલ આ એક્સપીરિયન્સ ફિચર વેબ પર ઉપલબ્ધ છે. જાણો આ નવા ફિચર વિશે........ 


શું કહ્યું કંપનીએ ?
કંપનીએ પોતાના પ્લેટફોર્મ પર લખ્યુ - અમે અનમેન્શનિંગની સાથે પ્રયોગ કરી રહ્યાં છીએ, જે વાતચીતથી ખુદને દુર કરવામાં તમારી મદદ કરવાની એક રીત છે, જે હવે તમારામાંથી કેટલાક માટે વેબ પર ઉપલબ્ધ છે. માઇક્રો બ્લૉગિંગ પ્લેટફોર્મે સંભવિત રીતથી નાગરિકો ઉલ્લેખોને રાખવા માટે કેટલીય સુવિધાઓનુ ટેસ્ટિંગ કે તૈનાતી કરી છે, જેમા એક એન્ટી હેરાસ્ટમેન્ટ સેફ્ટી મૉડ પણ સામેલ છે.  


ટ્વીટને પણ કરી શકશો એડિટ, જાણો નવા ફિચર્સ વિશે.........
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પોતાના યૂઝર્સને ધ્યાનમાં રાખીને નવા નવા અપડેટ આપતુ રહે છે, હવે આ લિસ્ટમાં વધુ એક નવુ અપડેટ એડ થવા જઇ રહ્યું છે. યૂઝર્સને એક આસાન અને કામનુ ફિચર મળવા જઇ રહ્યું છે, અને કંપનીએ આના પર કામ શરૂ કરી દીધુ છે. આ ફિચરથી યૂઝર્સ પોતાના જુના ટ્વીટને પણ એડિટ કરી શકશે. રિપોર્ટ અનુસાર, ટ્વીટરની ટીમ એડિટ ફિચર પર કામ કરી રહી છે, જલદી આ ફિચરને યૂઝર્સ માટે લૉન્ચ કરવાની તૈયારી છે.  


શું છે ફિચર - 
એડિટ ફિચરનો અર્થ છે કે તમે આ પ્લેટફોર્મ પર જો પણ ટ્વીટ કર્યુ, તેને તમે એડિટ એટલે કે સંપાદિત કરી શકશો. માની લો તમે કોઇ ટ્વીટ કર્યુ, પરંતુ બાદમાં તે ટ્વીટમાં કેટલાક સંશોધન (કરેક્શન કે અપડેટ) કરવા ઇચ્છો છો, તો નવા ફિચરથી તે સંભવ બની શકશે. 


શું થશે ફાયદો -
આ ફિચરના આવ્યા બાદ લગભગ દરેક યૂઝર્સને આનો ફાયદો મળશે, અત્યાર સુધી ટ્વીટમાં કોઇ ભૂલ રહી ગઇ હોય તો તેને ઠીક કરવાનો કોઇ ઓપ્શન નથી મળતો. અત્યારે તમે ટ્વીટને માત્ર ડિલીટ જ કરી શકો છો. ઘણીવાર એવુ બને છે કે સમયની સાથે કેટલીય વસ્તુઓ કે જાણકારીમાં અપડેટ આવી જાય છે, પરંતુ ટ્વીટમાં અત્યાર સુધી તમને કંઇપણ એડિટ કે અપડેટ કરવાનો મોકો ન હતો મળતો. આ એડિટ ફિચરના આવવાથી હવે કોઇપણ તમે જુના ટ્વીટને જરૂરિયાતના હિસાબે એડિટ કરી શકશો, તેની ભૂલો સુધારી શકશો, અને નવી જાણકારી એડ કરી શકશો. 


આ પણ વાંચો.......... 


10 વર્ષ બાદ રામનવમી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, ખરીદી માટે છે શુભ અવસર


ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇને સરળતાથી ઉતારો વજન


ફ્રિજનું ઠંડુ પાણી પીવો છો ? તો તમને થઈ શકે છે આ ગંભીર સમસ્યા, જાણો


18+ને કોરોનાની રસીના બૂસ્ટર ડોઝની જાહેરાત બાદ કોવિશિલ્ડ અને કોવેક્સિનની કિંમતમાં મોટો ઘટાડો, જાણો નવા ભાવ


Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો, જાણો ક્યાં નોંધાયા સૌથી વધુ કેસ ?


Pakistan Political Crisis: અડધી રાત્રે પડી ઇમરાન સરકાર, અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં પડ્યા 174 મત, PTIના સાંસદોએ કર્યો બહિષ્કાર