નવ દિલ્હીઃ ગૂગલ સતત એપ્સની સિક્યૂરિટી કન્સર્નના કારણે બેન કરતુ રહે છે. એકવાર ફરીથી ગૂગલે કેટલીય એવી એપ્સ બેન કરી દીધી છે. આમાં જાણીતી Muslim Prayer Apps પણ સામેલ છે. આ એપ્સને 1 કરોડથી વધુ વાર ડાઉનલૉડ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ગૂગલે બારકૉડ સ્કેનર અને એક ક્લૉક એપને પણ બેન કરી દીધી છે. રિપોર્ટ્સ અનુસાર, ગૂગલે પ્લે સ્ટૉરમાંથી એક ડઝનથી વધુ એપ્સને બેન કરી દીધી છે. આ એપ્સને લઇને કહેવામાં આવ્યુ છે કે આ યૂઝર્સના ડેટાને કલેક્ટ કરી રહી હતી.
રિસર્ચરે બતાવ્યુ કે કેટલીય એપ્સમાં માલવેયર હતો જેનાથી યૂઝરની પર્સનલ જાણકારી અને બીજા ડેટાને હાંસલ કરવામાં આવતો હતો. Wall Street Journalની એક રિપોર્ટમાં બતાવવામાં આવ્યુ છે કે જ્યારે એપને યૂઝર પોતાના ફોનમાં ઇન્સ્ટૉલ કરતા હતા ત્યારે તે ડિવાઇસની સાથે સાથે યૂઝર્સના ડેટાને પણ કેપ્ચર કરી લેતુ હતુ.
આમાં ફોન નંબર અને ઇમેલ એડ્રેસ જેવી જાણકારીઓ પણ સામેલ છે. આ માલવેયર કૉડને AppCensus ના Serge Egelman અને Joel Reardon એ શોધ્યો હતો. AppCensus મોબાઇલ એપ્લિકેશનને યૂઝર પ્રાઇવસી અને સિક્યૂરિટી માટે ચેક કરે છે.
Reardonએ પોતાના બ્લૉગ પૉસ્ટમાં કહ્યું કે આ ખામીને લઇને AppCensusએ સૌથી પહેલા ગૂગલ પરથી કૉન્ટેક્ટ કરીને આના વિશે કંપનીને ગયા વર્ષ ઓક્ટોબરમાં જાણકારી આપી. આ એપ્લિકેશનને પ્લે સ્ટૉરમાંથી 25 માર્ચે સુધી ન હતી હટાવવામાં આવી.
આ પછી ગૂગલે આ આના પર તપાસ શરૂ કરી અને આ એપ્સને પ્લે સ્ટૉરમાંથી હટાવી દીધી. ગૂગલે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું કે ગૂગલ પ્લે પર રહેલી તમામ એપ્સને કંપની પૉલીસી અને ગાઇડલાઇન અનુસાર ચાલવુ પડશે. જો કોઇ એપ કંપનીની સ્ટાન્ડર્ડને બ્રીચ કરે છે તો તેના પર જરૂરી એક્શન લેવામાં આવશે.
રિપોર્ટ અનુસાર Muslim prayer એપ્સ જેવી Al Moazin અને Qibla Compass ને 1 કરોડથી વધુ વાર ડાઉનલૉડ કરવામા આવી હતી, તેને પણ બેન કરી દેવામાં આવી છે. આ એપ્સને લઇને કહેવામાં આવ્યુ છે કે આ યૂઝર્સના ફોન નંબર, નેટવર્ક ઇન્ફોર્મેસન અને IMEI ને ચોરતી હતી.
આ પણ વાંચો..........
10 વર્ષ બાદ રામનવમી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, ખરીદી માટે છે શુભ અવસર
ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇને સરળતાથી ઉતારો વજન
ફ્રિજનું ઠંડુ પાણી પીવો છો ? તો તમને થઈ શકે છે આ ગંભીર સમસ્યા, જાણો
Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો, જાણો ક્યાં નોંધાયા સૌથી વધુ કેસ ?