નવી દિલ્હીઃ ટેલિકૉમ કંપની વૉડાફોને બે નવા પ્લાન લૉન્ચ કરી દીધા છે. આ પ્લાન જિઓને ટક્કર આપવા માટે માર્કેટમાં ઉતારવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે. આઇડિયા સાથે મર્જર થયા બાદ કંપનીએ જિઓને ટક્કર આપવા બે નવી ઓફર્સ રિલીઝ કરી છે, જે અંતર્ગત 205 અને 225 રૂપિયાના પ્લાનની શરૂઆત કરવામાં આવી છે.


વૉડાફોનના આ બન્ને પ્લાન અનલિમિટેડ કૉલિંગ વાળા છે. ટેલિકૉમ ટૉકની રિપોર્ટ અનુસાર, 250 રૂપિયાની અંદર આ પ્લાન પ્રીપેડ યૂઝર્સ માટે છે. 205 રૂપિયાના પ્રીપેડ પ્લાન બૉનસની જેમ છે. એટલે કે પ્લાનમાં ટૉક ટાઇમ નહીં આપવામાં આવે, પણ આમાં ડેટા અને કૉલ્સ મળશે. આ પ્લાનમાં 2GB ડેટા છે અને કસ્ટમર્સને અનલિમિટેડ લૉકલ અને એસટીડી કૉલિંગ મળશે. આની સાથે રૉમિંગ ફ્રી છે.



205 રૂપિયા વાળા આ પ્રીપેડ પ્લાનની વેલિડિટી 35 દિવસની હશે. આ પ્લાનમાં ટૉટલ 600 ફ્રી મેસેજ છે. આની સાથે કસ્ટમર્સને વૉડાફાન પ્લે એપ પરથી ફ્રી લાઇવ ટીવી અને મૂવીઝની પણ ઓફર્સ મળશે.

વૉડાફોનના બીજા પ્લાનની વાત કરીએ તો આ 225 રૂપિયાનો છે. આ પ્રીપેડ પેક અંતર્ગત કસ્ટમર્સને 48 દિવસની વેલિડિટી મળશે. આમાં કોઇ ટૉકટાઇમ નથી મળતો, પણ આમાં ફ્રી લૉકલ અને એસટીડી કૉલ્સની સાથે રૉમિંગ પણ છે. આ પેકમાં 4GB ડેટા છે. ઉપરાંત 600 એસએમએસ મળશે. સાથે વૉડાફોન પ્લે એપ દ્વારા કસ્ટમર્સ લાઇવ ટીવી અને મૂવીઝ જોઇ શકે છે.