મુંબઇઃ રિલાયન્સ જિઓ (Reliance Jio) અને એરટેલ (Airtel) દેશની બેસ્ટ ટેલિકૉમ કંપનીઓમાં સામેલ છે. આનુ કારણ છે આ બન્ને કંપનીઓમાં હંમેશા જંગ ચાલુ રહે છે કે કઇ કંપની ઓછી કિંમતમાં ગ્રાહકોને વધુ ફાયદાઓ ઓફર કરે છે. આજે અમે એરટેલ અને જિઓના એવા પ્લાનની સરખામણી કરવાના છીએ, જે ખુબ પૉપ્યૂલર છે. જાણો આ પ્લાન અને તેના બેનિફિટ્સ....
Jioનો 666 રૂપિયા વાળો પ્લાન -
જિઓનો 666 રૂપિયા વાળો પ્લાન દરરોજ 1.5GB હાઇ સ્પીડ ડેટા ઓપર કરે છે, આની સાથે જ તમને દરરોજ માટે 100 એસએમએસ મળશે અને કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ વૉઇસ કૉલિંગનો પણ ફાયદો આપવામાં આવશે. આ પ્લાન 84 દિવસની વેલિડિટીની સાથે આવે છે, અને આમાં તમામ જિઓ એપ્સનો એક્સેસ પણ મળશે.
Airtel 666 વાળો પ્લાન -
એરટેલનો 666 રૂપિયા વાળો પ્રીપેડ પ્લાન દરરોજ 1.5GB ડેટા, અનલિમીટેડ વૉઇસ કૉલિંગ, અને ડેલી 100 SMS ઓફર કરે છે. આ પ્લાનમાં 77 દિવસની વેલિડિટી મળે છે. અન્ય ફાયદાઓની વાત કરીએ તો આ પ્લાનની સાથે Amazon Prime Video Mobile Edition, અપોલો 24 | 7 Circle, Fastag પર 100 રૂપિયાનુ કેશબેક, Shaw Academy થી ફ્રી ઓનલાઇન કૉર્, ફ્રી વિન્ક મ્યૂઝિક અને હેલો ટ્યૂન્સનો એક્સેસ મળે છે.
કયો પ્લાન છે બેસ્ટ ?
જિઓ (Jio) અને એરટેલ (Airtel)ના 666 રૂપિયા વાળા પ્લાનમાં જે વધુ ફાયદો આપે છે તે જિઓ છે. જિઓના પ્લાનમાં તમને 7 દિવસની એક્સ્ટ્રા વેલિડિટી અને 10.5GB ડેટા વધુ મળે છે, તો આ રીતે જિઓનો પ્લાન એરટેલના પ્લાનથી વધુ ફાયદાકારક છે.
આ પણ વાંચો.........
India Corona Cases Today: બે દિવસની રાહત બાદ કોરોના કેસમાં આવ્યો મોટો ઉછાળો, મૃતકોની સંખ્યા પણ વધી
Edible Oil Price: ખાદ્યતેલના ભાવમાં થયો ઘટાડો, સોયાબીન-સરસવના ભાવ પણ ઘટ્યા?