Dangerous Android Apps: જો તમે એન્ડ્રોઇડ યૂઝર છો, અને એન્ડ્રોઇડ ફોન વાપરી રહ્યાં છો તો તમારે બહુજ સતર્ક રહેવાની જરૂર છે, કેમ કે ગૂગલ પ્લે સ્ટૉર (Google Play Store)ની કેટલીય એપ્સમાં વાયરસ મળી આવવવાના સમાચાર ફરીથી સામે આવ્યા છે. ડૉક્ટર વેબે એક રિપોર્ટ રજૂ કર્યો છે. ડૉક્ટર વેબની મોબાઇલ એપની જૂન 2022ના આ સમીક્ષા રિપોર્ટ અનુસાર, મોટાભાગના એન્ડ્રોઇડ મોબાઇલ એપમાં ટ્રૉઝન વાયરસ (Trojan Virus) મળ્યો છે.
જાણકારી અનુસાર, માલવેયર એનાલિસ્ટ્સ (Malware Analysts)ને ગૂગલ પ્લે સ્ટૉર પર ડઝનેક વાયરસ વાળી એપની જાણ થઇ છે. આમાં એડવેયર ટ્રૉઝન (Adware Trojan Malware) મુખ્ય રીતે સામેલ છે. આની સાથે જ એનાલિસ્ટ્સને સ્કેમર્સ દ્વારા ઉપયોગ કરવામાં આવનારી એપ, ગોપનીય ડેટાને ટાર્ગેટ કરનારી એપ અને ડેટા ચોરી કરનારી અન્ય એપ્સની પણ જાણ થઇ છે. ઉલ્લેખનીય છે કે જે એપ્સમાં ટ્રૉઝન માલવેયર મળી આવ્યો છે, તેમાં ઇમેજ-એડિટિંગ સૉફ્ટવેર, વર્ચ્યૂઅલ કીબોર્ડ, સિસ્ટમ ટૂલ્સ અને યૂટિલિટીઝ, કૉલિંગ એપ, વૉલપેપર કલેક્શન જેવી એપ્સના નામ સામેલ છે.
આ Android એપ્સમાંથી મળ્યો ટ્રૉઝન માલવેયર -
રિપોર્ટ અનુસાર, નીચે બતાવવામાં આવેલી એપ્સમાં ટ્રૉઝન માલવેયરની પુષ્ટી થઇ છે.
Beauty FiltersCorrections & CutoutsArt FiltersDesign Makerphoto editorBackground eraserPhoto & Exif EditorFilter Effectsphoto filters and effectsBlur ImageCutPasteEmoji KeyboardNeon theme keyboardFastCleanerLive ScreenReminders
ટ્રૉઝન્સને લાખો લોકોએ કરી ડાઉનલૉડ -
એન્ડ્રોઇડ સ્પાયવેરની જૂનની ગતિવિધિઓમાં મેની તુલનામાં 20 ટકાની કમી નોંધવામાં આવી છે. આની સાથે જ ઝડપથી સ્પેડ થનારી એડવેયર ટ્રૉઝનની ગતિવિધિઓમાં પણ કમી જોવા મળી છે, પરંતુ રિપોર્ટ અનુસાર, માલવેયર વિશ્લેષકોએ Google Play પર જે ડઝનેક એપ્સની શોધ કરી, તેમાં એડવેયર ટ્રૉઝન પણ સામેલ છે. અહીં ચોંકાવનારી વાત એ છે કે આ 30 એડવેયર ટ્રૉઝનને લગભગ 9.89 મિલિયન (98.9 લાખ) થી પણ વધુ લોકોએ ડાઉનલૉડ કરી છે.
આ પણ વાંચો........
RBI Tokenization Rule: ઑનલાઈન બેંકિંગ ફ્રોડ રોકવા RBI એ ઉઠાવ્યું આ પગલું, જાણો શું છે નિયમ
Shrawan 2022 Mantra: શિવજીના 5 ચમત્કારી મંત્ર, શ્રાવણમાં આ મંત્રોના જાપથી પ્રસન્ન થાય છે ભોળાનાથ
India Covid-19 Update: ભારતમાં કોરોના કાબુમાં હોવા છતાં જુલાઈ મહિનામાં નોંધાયા 5.35 લાખથી વધુ કેસ