Vivo Y16 4G Launch: ભારતીય માર્કેટમાં ચીની કંપની વીવોએ પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન Vivo Y16 4Gને લૉન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનમાં ગ્રાહકોને 5000 mAhની બેટરી સાથે એક દમદાર પ્રૉસેસર આપવામા આવી રહ્યું છે. એટલુ જ નહીં સ્માર્ટફોનમાં બીજા કેટલાય અન્ય સારા ફિચર્સ પણ છે. Vivo Y16 4Gમાં 13MP નો પ્રાઇમરી કેમેરો આપવામા આવ્યો છે. આની સાથે 2MPનો સેકન્ડરી કેમેરો મળે છે. સેલ્ફી માટે આ સ્માર્ટફોનમાં ગ્રાહકોને 5MP નો કેમેરો આપવામાં આવી રહ્યો છે. જાણો Vivo Y16 4G સ્માર્ટફોનના અન્ય ખાસ ફિચર્સ અને કિંમત ડિટેલ્સમાં........
Vivo Y16 4G Specifications -
Vivo Y16 4G સ્માર્ટફોનમાં 6.51 ઇંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે.
Vivo Y16 4G સ્માર્ટફોન Android 12 બેઝ્ડ Funtouch OS 12 પર કામ કરે છે.
જો પ્રૉસેસરની વાત કરવામાં આવે તો આમાં MediaTek Helio P35 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે.
Vivo Y16 4Gમાં ગ્રાહકોને 4GB RAM અને 128GB સ્ટૉરેજ આપવામા આવ્યુ છે.
Vivo Y16 4Gમાં Extended RAM 2.0 સપોર્ટ મળે છે, જે 1GB એક્સ્ટ્રા વર્ચ્ચૂઅલ રેમ પ્રૉવાઇડ કરે છે.
Vivo Y16 4G સ્માર્ટફોનમાં 5000mAh ની બેટરી આપવામા આવી છે, જેનીસાથે 10W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે.
Vivo Y16 4G કેમેરો -
Vivo Y16 4Gમાં 13MP નો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. આની સાથે 2MP નો સેકન્ડરી કેમેરો મળે છે. સેલ્ફી માટે આમાં 5MP નો કેમેરો આપવામા આવ્યો છે.
Vivo Y16 4G કિંમત -
Vivo Y16 4Gની કિંમતનો ખુલાસો હજુ સુધી નથી કરવામાં આવ્યો, હજુ સુધી કંપનીએ માત્ર આના ફિચર્સનો ખુલાસો કર્યો છે. આવામાં આની કિંમત જાણવા માટે તમારે થોડા વધુ સમય સુધી રાહ જોવી પડી શકે છે. કંપનીએ ફોનના બે કલર ઓપ્શન Stellar Black અને Drizzling Gold લૉન્ચ કર્યો છે, આના જલદી જ ભારત સહિત અન્ય દેશોમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો તમે આને ખરીદવાનુ વિચારી રહ્યાં છો, તો તમારા માટે આ એક સારો ઓપ્શન સાબિત થઇ શકે છે.
આ પણ વાંચો........
Asia Cup 2022: એશિયા કપમાં ફરી થઈ શકે છે ભારત-પાકિસ્તાનની ટક્કર, જાણો શું છે ગણિત
India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.58 ટકા
IND VS PAK: કાર્તિક આર્યનથી લઇને અભિષેક બચ્ચન સુધી, બૉલીવુડ સેલેબેસે આ રીતે મનાવ્યો ભારત વિજયનો જશ્ન