નવી દિલ્હી: Vivoએ ત્રિપલ કેમેરા સેન્સર અને અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર સાથે Vivo S1 ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનમાં પૉપ સેલ્ફી કેમેરા નથી પરંતુ ડિસ્પ્લેમાંજ ડૉટ નૉચ છે જેમાં સેલ્ફી કેમેરા આપવામાં આવે છે. આ સ્માર્ટફોનમાં ગેમિંગ માટે ખાસ ફીચર્સ આપવામાં આવ્યા છે.


Vivo S1ના ત્રણ વેરિએન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં બેઝ વેરિએન્ટ 4GB રેમ અને 128GB મેમોરી સાથે છે. બીજી વેરિએન્ટમાં 6GB રેમ સાથે 64GBની ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. ત્રીજા વેરિએન્ટમાં 6GB રેમ સાથે 128GBની ઈન્ટરનલ મેમોરી છે. આ સ્માર્ટફોનના બે કલર વેરિએન્ટ છે. સ્કાઈલાઈન બ્લૂ અને ડાયમંડ બ્લેક.



આ સ્માર્ટફોનની શરૂઆતી વેરિએન્ટ કીમત 17,990 છે. બીજા વેરિએન્ટની કિંમત 18,990 રૂપિયા છે. જ્યારે ટૉપ વેરિએન્ટની કિંમત 19,990 રૂપિયા છે. આ ફોન સેલિંગ 8 ઓગસ્ટથી શરૂ થશે.
વાત કરીએ તોમ સ્પેસિફિકેશન્સની તો આ સ્માર્ટફોનમાં 6.38 ઇંચની Full HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું રિઝોલ્યુશન 1080×2340 છે. સાથે Super AMOLED પેનલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં MediaTek Helio P65 (MT6768) પ્રોસેસર આપવામાં આવ્યું છે.

ફોટોગ્રાફી માટે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. 16MP+8MP+2PM કેમેરા સેટઅપ છે. જ્યારે સેલ્ફી માટે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 4,500mAh બેટરી અને USB Type C નો સપોર્ટ આપવામાં આવ્યો છે.