નવી દિલ્હીઃ ભારતીય માર્કેટમાં હવે ધીમે ધીમે સ્માર્ટફોન મેકર કંપનીઓ પોતાના 5G સ્માર્ટફોન લાવી રહી છે. ચીનની સ્માર્ટફોન મેકર વીવોએ પણ હવે આ રેસમાં ઝંપલાવ્યુ છે. વીવોએ તાજેતરમાંજ બે નવા સ્માર્ટફોન X50 અને X50 Pro ફોન લૉન્ચ કર્યા હતા. હવે કંપની X સીરીઝ બાદ નવો સ્માર્ટફોન Vivo S7 5G લૉન્ચ કરવાની તૈયારીમાં છે.


રિપોર્ટ્સ અનુસાર, કંપની નવા વીવો S7 5G સ્માર્ટફોનને 3 ઓગસ્ટે લૉન્ચ કરશે. આ નવો સ્માર્ટફોન હાઇ પરફોર્મન્સ, કેમેરા અને ડિઝાઇનના દમ પર લોકોને લલચાવવામાં સફળ થઇ શકે છે.



મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવા Vivo S7 5G સ્માર્ટફોનમાં 6.57 ઇંચની ડિસ્પ્લે હશે, પરફોર્મન્સ માટે ક્વાલકૉમ સ્નેપડ્રેગન હશે, અને પ્રીમિયમ સેગમેન્ટમાં આવશે. આ ઉપરાંત ફોનમાં ફોટોગ્રાફી માટે 64MP+8MP+13MP નો કેમેરા સેટઅપ હશે. આ ઉપરાંત આામાં 44MP+8MP ડ્યૂલ સેલ્ફી કેમેરો આપવામાં આવી શકે છે. જોકે, હજુ આ ફોનના ફિચર્સની માહિતી બહાર આવી નથી. પણ કેટલાક રિપોર્ટ્સમાં હાઇટેક ફિચર્સની વાત કહેવામાં આવી છે.

રિપોર્ટ્ એવા પણ છે કે કંપની Vivo S7 5G સ્માર્ટફોનને OnePlus Nordને ટક્કર આપવા માર્કેટમાં ઉતારશે. આ બન્ને ફોન વચ્ચે જબરદસ્ત ટક્કર થઇ શકે છે.