21 જાન્યુઆરીએ આ ફોનને લૉન્ચ કરવામાં આવ્યો હતો, અને 23 જાન્યુઆરીએ ફોનને પહેલી સેલ યોજવામાં આવી હતી, ખાસ વાત છે કે આ પહેલી જ સેલમાં ફોન માત્ર ગણતરીની મિનીટોમાંજ સૉલ્ડ આઉટ થઇ ગયો હતો. આ વાત પરથી Vivo X60 Proની પૉપ્યૂલારિટીનો અંદાજો લગાવી શકાય છે. રિપોર્ટ છે કે ચીન સહિત અન્ય દેશમાં લૉન્ચ થઇ ચૂકેલો આ ફોન હવે માર્ચના પહેલા અઠવાડિયામાં ભારતમાં એન્ટ્રી કરી શકે છે.
આ છે કિંમત...
Vivo X60 Pro+ના 8GB રેમ અને 128GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની ચીનમાં 4,998 યુઆન એટલે કે લગભગ 56,400 રૂપિયાની શરૂઆતી કિંમત સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. વળી આ ફોનના 12GB રેમ અને 256GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની પ્રાઇસ 5,998 યુઆન એટલે કે લગભગ 67,600 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ભારતમાં આ ફોન 50000 રૂપિયાની કિંમતની સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે.
સ્પેશિફિકેશન્સ.....
Vivo X60 Pro+માં 6.56 ઇંચની ફૂલ એચડી+એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનુ રિઝૉલ્યૂશન 1080x2376 પિક્સલ છે. ફોન ક્વાલકૉમ સ્નેપડ્રેગન 888 પ્રૉસેસર વાળો છે. આ એન્ડ્રોઇડ 11 પર બેઝ્ડ OriginOS 1.0 પર કામ કરે છે. ફોનમાં 6 GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે.
50MPનો કેમેરો....
Vivo X60 Pro+માં ક્વાડ રિયર કેમરા સેટઅપ આપવામાં આવશે. જેનુ પ્રાઇમરી સેન્સર 50 મેગાપિક્સલનુ હશે. આમાં 32 મેગાપિક્સલનો ફ્રેન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનને પાવર આપવા માટે 4400mAhની બેટરી આપવામાં આવી છે. જે 55 વૉટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.