નવી દિલ્હીઃ વર્ષ 2021માં કેટલીય સ્માર્ટફોન મેકર કંપનીઓ ફૉલ્ડેબલ સ્માર્ટફોન લૉન્ચ કરી શકે છે. કેટલીય મોટી કંપનીઓ આના પર કામ કરી રહી છે. હવે આમાં એક ચીની કંપનીનુ પણ નામ જોડાઇ ગયુ છે. રિપોર્ટ છે કે વીવો બહુ જલ્દી વાળી શકાય એવો ફૉલ્ડેબલ સ્માર્ટફોન લૉન્ચ કરી શકે છે. આ ફોનને સ્ટાલસ પેનની સાથે માર્કેટમાં ઉતારવામાં આવી શકે છે, જેનાથી યૂઝર્સ આસાનીથી યૂઝ કરી શકે.


આ વર્ષે પેટન્ટ કરાવી હતી ડિઝાઇન
વીવોએ આ વર્ષે ફેબ્રુઆરીમાં સ્ટાઇલસ પેન વાળા ફૉલ્ડેબલ ફોનની ડિઝાઇન પેટન્ટ કરાવી હતી. એક રિપોર્ટ પ્રમાણે વીવીએ ડિસ્પ્લે પેનલ અને મોબાઇલ ટર્મિનલ ટાઇટલની સાથે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યૂઅલ પ્રૉપર્ટી ઓફિસમાં પોતાના ફૉલ્ડેબલ ફોનની ડિઝાઇન પેટન્ટ કરાવી હતી.



ટેબલેટના જેવા દેખાશે ફોન
રિપોર્ટ પ્રમાણે આ ફૉલ્ડેબ ફોનને અંદરની બાજુએ ફૉલ્ડ કરવામં આવશે, અને અનફૉલ્ડ કર્યા બાદ આ ટેબલેટના જેવો દેખાશે. આ સેમસંગ ગેલેક્સી ફૉલ્ડ અને ગેલેક્સી ઝેડ ફૉલ્ડ 2 જેવો દેખાશે. પરંતુ આને ફૉલ્ડ કરવાથી હિન્જના કારણે ગેપ અને સ્ટાયલસ પેન રાખવાની સ્પેસ મળશે.