નવી દિલ્હી: Vivoએ ભારતમાં પોતાની X સીરિઝ લોન્ચ કરતા Vivo X50 અને Vivo X50 PRO ફ્લેગશિપ સ્માર્ટફોન્સને લોન્ચ કરી દીધાં છે. કંપનીએ આ સીરિઝમાં ગિંબલ કેમેરા સિસ્ટમનો ઉપયોગ કર્યો છે. જે વિડિયો મેકિંગ માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. આ સિવાય આ સ્માર્ટફોનમાં લેટેસ્ટ ફીચર્સ પણ આવ્યા છે.

Vivo X50 ની કિંમત અને ફીચર્સ

આ ફોનમાં 6.56 ઈંચની ફુલ એચડી પ્લસ એમોલેડ ડિસ્પ્લે છે જેનું રિફ્રેશ રેટ 90HZ છે. પરફોરમન્સ માટે તેમાં snapdragon 730 પ્રોસેસર આપ્યું છે. જે એન્ડ્રોઈડ 10 બેઝ્ડ લેટેસ્ટ FunTouchOs બેઝ્ડ છે.

ફોટોગ્રાફી માટે આ ફોનમાં ગિંબલ કેમેરા સિસ્ટમ આપવામાં આવી છે. સાથે ક્વોડ રિયર કેમેરા સેટઅપ આપ્યા છે, જેમાં 48MP +13MP+ 8MP+ 5MP કેમેરા આપવામાં આવ્યા છે. જેમાં 20X ઝૂમની સુવિધા મળે છે. તે સિવાય સેલ્ફી માટે 32 MPનો કેમેરો આપવામાં આવ્યો છે. પાવર માટે ફોનમાં 4,200mAhની બેટરી આપવામાં આવી છે. જે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.

કિંમતની વાત કરીએ તો 8GB+128GB સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 34,990 રૂપિય અને 8GB+ 256 GB સ્ટોરેજના 37,990 રૂપિયા છે.


Vivo X50 Proની કિંમત અને ફીચર્સ

આ ફોનમાં 6.56 ઈંચની ફુલ એચડી પ્લસ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું રિફ્રેશ રેટ 90HZ છે. પરફોરમન્સ માટે તેમાં snapdragon 765G પ્રોસેસર આપ્યું છે. જે એન્ડ્રોઈડ 10 બેઝ્ડ લેટેસ્ટ FunTouchOs બેઝ્ડ છે. આ ફોનમાં ઈન ડિસ્પલે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

ફોટોગ્રાફી માટે ક્વોડ રિયર કેમેરા સેટઅપ આપ્યા છે, જેમાં 48MP +8MP+ 13MP+ 8MP કેમેરા આપવામાં આવ્યા છે. જેમાં 60X Hyper Zoomની સુવિધા મળે છે. તે સિવાય સેલ્ફી માટે 32 MPનો કેમેરો આપવામાં આવ્યો છે. પાવર માટે ફોનમાં 4,315mAhની બેટરી આપવામાં આવી છે. જે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.
Vivo X50 Pro એક જ વેરિએન્ટમાં મળે છે. GB+256 GB સ્ટોરેજ સાથે આવે છે. જેની કિંમત 49990 રૂપિયા છે.