નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર કંપની વીવોએ પોતાના પ્રીમિયમ ફોન Vivo X50ની કિંમત ઘટાડી દીધી છે. ફોન પર લગભગ 5000 રૂપિયા સુધીનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. વીવોના આ ફોનના 8GB+ 128GB વાળા વેરિએન્ટને 34,990 રૂપિયાની કિંમતની સાથે લૉન્ચ કરવામાં આવ્યો હતો, વળી હવે આ ફોન 29,990 રૂપિયામાં મળી રહ્યો છે. સાથે જ આના 8GB+ 256GB વાળા વેરિએન્ટની કિંમત 32,990 રૂપિયા થઇ ગઇ છે.


આ છે ફોનની સ્પેશિફિકેશન્સ.....
આ ફોનમાં 6.56 ઇંચની ફૂલ એચડી પ્લસ એમોલેડ ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 90Hz છે. પરફોર્મન્સ માટે આમાં snapdragon 730 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે, જોકે એન્ડ્રોઇડ 10 બેઝ્ડ લેટેસ્ટ FunTouchOs બેઝ્ડ છે. આ ફોન બે વેરિએન્ટમાં અવેલેબલ છે. એક 8GB રેમ અને 128GB સ્ટૉરેજ અને બીજુ 8GB રેમ અને 256GB સ્ટૉરેજ. આના સ્ટૉરેજને માઇક્રોએસડી કાર્ડની મદદથી વધારી શકાય છે.

શાનદાર કેમેરા.....
ફોટોગ્રાફી માટે આ ફોનમાં ક્વૉડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેમાં 48MP +13MP+ 8MP+ 5MP કેમેરા આપવામાં આવ્યા છે. આમાં 20X ઝૂમની સુવિધા મળે છે. આ ઉપરાંત સેલ્ફી માટે આમાં 32MP નો કેમેરો આપ્યો છે. પાવર માટે આ ફોનમાં 4,200mAh ની બેટરી આપવામાં આવી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટની સાથે આવે છે. આ ઉપરાંત આ ફોન ગિંબલ કેમેરા સિસ્ટમની સાથે આવે છે.