નવી દિલ્હી :  સ્માર્ટફોન કંપની વીવો(Vivo) ઇન્ડિયાએ ભારતમાં તેની નવી X60 સીરીઝને લોન્ચ કરી દીધી છે. આ સીરિઝ અંતર્ગત કંપનીએ ભારતમાં Vivo X60, Vivo X60 Pro અને Vivo X60 Pro+ ને લોન્ચ કરી  દીધાં છે. આ સ્માર્ટફોનમાં દમદાર પ્રોસેસર ઉપરાંત શાનદાર કેમેરા (Camera) સેટઅપ આપવામાં આવ્યું છે. ત્યારે જાણે તેની કિંમત અને સ્પેસિફિકેશન વિશે. 


કિંમત અને વેરિએન્ટ 


Vivo X60ને બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 37,990 રૂપિયા છે, જ્યારે તેના 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 41,990 રૂપિયા છે. આ સિવાય Vivo X60 Proના 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 49,990 રૂપિયા છે.   Vivo X60 Pro+ ના 12GB + 256GB વેરિએન્ટ્સની કિંમત 69,990 રૂપિયા રાખવામાં આવી છે.


Vivo X60ના ફીચર્સ 


Vivo X60 માં 6.56 ઇંચની એચડી પ્લસ એમોલેડ 2.5D ડિસ્પ્લે  આપવામાં આવી છે, જેમાં રિફ્રેશ રેટ 120Hz છે. પરફોરમન્સ માટે તેમાં સ્નેપડ્રેગન 870 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન Android 11 આધારિત  OriginOS 1.0  પર કામ કરે છે.



કનેક્ટિવિટી માટે 5G, 4G LTE, Wi-Fi અને યુએસબી ટાઇપ-સી પોર્ટની સુવિધા આપવામાં આવી છે. આ સિવાય ફોનમાં 4300mAhની બેટરી છે જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોનના રિયરમાં ત્રણ કેમેરાનો સેટઅપ મળે છે. પ્રાઈમરી કેમેરા લેન્સ 48 મેગાપિક્સલનો છે. આ ઉપરાંત બીજા 13-13 મેગાપિક્સલના છે.  સેલ્ફી માટે ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે.


Vivo X60 Proના ફીચર્સ 


Vivo X60માં 6.56-ઇંચની એચડી પ્લસ એમોલેડ 3D curved ડિસ્પ્લે આપવામાં આવી છે અને તેમાં રિફ્રેશ રેટ 1120Hz છે. ફોનમાં આ ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે. ફોનમાં સ્નેપડ્રેગન 870 પ્રોસેસર છે. આ ફોન  Android 11 આધારિત ઓરિજિનઓએસ 1.0 પર કામ કરે છે. આ સિવાય ફોનમાં 4200mAh ની બેટરી છે જે 33 W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. 


કેમેરાની વાત કરીએ તો  ફોનના રિયરમાં ત્રણ કેમેરાનો સેટઅપ મળે છે. પ્રાઈમરી કેમેરા લેન્સ 48 મેગાપિક્સલનો છે. આ ઉપરાંત બીજા 13-13 મેગાપિક્સલના છે.  સેલ્ફી માટે ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. 


Vivo X60 Pro+ ના ફીચર્સ  


Vivo X60 Pro+માં સ્નેપડ્રેગન 888 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં 4200mAh  બેટરી આપવામાં આવી છે જે 55Wની ફ્લેશચાર્જ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કેમેરાની વાત કરીએ તો તેમાં ચાર રીઅર કેમેરા છે જેમાં મુખ્ય લેન્સ ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઇઝેશન સાથે 50 મેગાપિક્સલનો છે, જ્યારે બીજો લેન્સ 48 મેગાપિક્સલનો છે જે ગિમ્બલ સ્ટેબિલાઇઝેશનને સપોર્ટ કરે છે.  ત્રીજી લેન્સ 32 મેગાપિક્સલ અને ચોથો 8 મેગાપિક્સલનો છે.



ફોનમાં સેલ્ફી માટે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે Vivo X60 માં 6.56 ઇંચનો એચડી પ્લસ એમોલેડ 3D curved ડિસ્પ્લે છે, જેમાં રેક્સોલ્યુશન 1080x2376 પિક્સેલ્સ છે. ફોનના ફ્રન્ટમાં   Schott Xensationસ્ક્રીન પ્રોટેક્શન અને પાછળ ગોરિલા ગ્લાસ 6 આપવામાં આવ્યા છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે.