ZEE5ની થિએટર એપ પર યૂઝર્સ જુલાઇ મહિનામાં 9 લાઇવ શૉ પણ જોઇ શકે છે. ચેનલ પર દર બુધવારે અને શુક્રવારે રાત્રે 9 વાગે બે નવા પ્લે પણ એડ કરવામાં આવશે. વોડાફોન-આઇડિયાના માર્કેટિંગ ડાયરેક્ટરે આ પાર્ટનરશિપની માહિતી આપી છે. તેમને કહ્યું કે ''અમે ZEE5ની સાથે પાર્ટનરશીપ કરવાને લઇને ખુબ ઉત્સાહિત છીએ. આ પાર્ટનરશીપના કારણે થિએટરના પ્રૉડક્શન અને તેની પહોંચમાં વધારો થશે. થિએટરના બીજા પ્લેટફોર્મ પર જગ્યા નથી મળતી.''
ZEE5 તરફથી પણ આ પાર્ટનરશીપ પર સ્ટેટમેન્ટ આપવામાં આવ્યુ છે, ZEE5ના બિઝનેસ હેડ મનિષ અગ્રવાલે કહ્યું કે, વોડાફોન-આઇડિયાની સાથે પાર્ટનરશિપ ખુબ શાનદાર છે. આ પાર્ટનરશીપના કારણે યૂઝર્સને નવું કન્ટેન્ટ જોવા મળશે. થિએટર એન્ટરટેઇન્ટમેન્ટનો ભાગ છે, અને અમે એ લોકો સુધી લાઇવ પહોંચવા ઇચ્છીએ છીએ.
વોડાફોન-આઇડિયાએ એક મહિના પહેલા જ ZEE એન્ટરટેઇન્ટમેન્ટની સાથે પાર્ટનરશીપ કરી હતી, તે પાર્ટનરશીપ અંતર્ગત વોડાફોન-આઇડિયાના યૂઝર્સ વોડાફોન પ્લે અને આઇડિયા ટીવી મૂવી એપ્સ દ્વારા ZEE5 એપનો યૂઝ કરી શકે છે. આ પાર્ટનરશીપના કારણે યૂઝર્સને અલગથી ZEE5 એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી.