નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર કંપની Xiaomiએ ભારતમાં પોતાના 5 વર્ષ પુરા કરી લીધા છે. કંપની ભારતમાં શાનદાર બિઝનેસ કર્યો છે, હવે કંપની પાંચમી એનિવર્સરી નિમિત્તે શાનદાર પ્રૉડક્ટ્સને માત્ર 5 રૂપિયામાં વેચી રહી છે. આ માટે કંપનીએ એક ફિફ્થ એનિવર્સરી સેલ રાખ્યો છે, જેમાં ડિસ્કાઉન્ટની સાથે શાનદાર ઓફર્સ અવેલેબલ છે.

Xiaomiની આ સેલમાં 5 રૂપિયા વાળી સૌથી શાનદાર ઓફર છે, પાંચ રૂપિયામાં કંપની સ્માર્ટફોન સહિત કેટલીક ખાસ પ્રૉડક્ટ્સને સેલ કરી રહી છે. આ સેલમાં Redmi Note 7 Pro, Redmi Y3 સ્માર્ટફોનની સાથે સાથે Mi TV LED 4A Pro જેવી પ્રૉડક્ટ્સ ઉપલબ્ધ છે. કંપનીની સેલની શરૂઆત 23 તારીખથી થઇ છે અને 25 જુલાઇ સુધી ચાલુ રહેશે.



કસ્ટમર્સ આ સેલમાં ખરીદી કરવા ઇચ્છતી હોય તો Xiaomiની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને લાભ ઉઠાવી શકે છે. 5 રૂપિયા વાળા સેલનું આયોજન દિવસમાં 2 વાર કરવામાં આવશે. સાંજે 4 વાગે અને 6 વાગે કસ્ટમર સેલમાં જોડાઇ શકે છે. ગ્રાહક Redmi Note7 Pro, Mi Luggage, Xiaomi Redmi Y3 અને Mi TV LED 4A Pro 32ને ગ્રાહક ખરીદી શકે છે.