નવી દિલ્હીઃ વોડાફોને 399 રૂપિયાવાળા રેડ બેસિક પોસ્ટપેીડ પ્લાનમાં મોટો ફેરફાર કર્યો છે. આ ફેરફાર અંતર્ગત હવે આ પ્લાનમાં ફ્રી એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપનો ફાયદો નહીં મળે. વોડાફોને પહેલા આ પ્લાનમાં એમેઝોન ઇન્ડિયાની ભાગીદારી સાથે 999 રૂપિયાની વેલ્યૂની પ્રાઈમ મેમ્બરશિપ ઓફર કરી હતી. આ ઓફર ગ્રાહકોને 399 રૂપિયા અને તેનાથી વધારે વેલ્યૂવાળા પ્લાન્સમાં આપવામાં આવતી હતી. અહેવાલ અનુસાર કંપની દ્વારા આ નિર્ણય ઘટતી એવરેજ રેવન્યૂ પર યૂઝર (ARPU)ને ધ્યાનમાં રાખીને કર્યો છે.

ટેલીકોમટેકના એક અહેવાલ અનુસાર વોડાફોન દ્વારા એન્ટ્રી લેવલ પ્લાન્સને બદલાવામાં આવ્યા નથી. કંપની દ્વારા આ ફ્રી ઓફર્સને બદલીને એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપને હટાવ્યા પછી કંપની પોતાના સબ્સક્રાઈબર્સને 499 રૂપિયા અને તેના ઉપરના પ્લાન્સ તરફ પુશ કરી રહી છે. 499 અને તેનાથી વધારેના પ્લાનમાં હજુ પણ એક વર્ષ સુધીની એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ આપવામાં આવશે.

હવેથી 399 રૂપિયાના પ્લાનમાં ફક્ત વોડાફોન પ્લે જ મળશે. જેની એક વર્ષ માટે કિંમત 499 રૂપિયા છે. સાથે તેમાં 999 રૂપિયાનો કોમ્પ્લિમેન્ટ્રી મોબાઈલ ઇશ્યોરન્સ આપવામાં આવશે. આ સિવાય હવે આ પ્લાનમાં 999ની વેલ્યુ વાળો ZEE5 સબ્સક્રિપ્શન પણ ગ્રાહકોને આપવામાં આવશે.

જો કોઈ ગ્રાહકને હજુ પણ એમેઝોન પ્રાઈમની મેમ્બરશિપ મફતમાં જોતી હોય તો વોડાફોનનો 499નો પ્લાન પસંદ કરી શકો છો. આ પ્લાનમાં ગ્રાહકને 200GB ડેટા રોલઓવર સાથે 75GB ડેટા આપવામાં આવશે. આ પ્લાનમાં 399ના પ્લાનની સરખામણીએ 40GB ડેટા વધારાનો ફાયદો મળશે.