નવી દિલ્હીઃ ટેલિકૉમ કંપની વૉડાફોન-આઇડિયાએ કૉલિંગ ક્વૉલિટી મામલે જિઓ અને એરટેલને પછાડી દીધા છે. ટેલિકૉમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના તાજેતરમાંજ એક ડેટા અનુસાર ગયા મહિનામાં વૉડાફોન-આઇડિયાની વૉઇસ કૉલિંગ ક્વૉલિટી જિઓ, એરટેલ અને બીએસએનએલની સરખામણીમાં સારી રહી.


ટ્રાઇએ માયકૉલ ડેશબોર્ડ અનુસાર ગયા મહિને એટલે નવેમ્બરમા કૉલ ક્વૉલિટીના લિસ્ટમાં ટૉપ પર 5માંથી 4.9 રેટિંગની સાથે આઇડિયા પહેલા નંબર પર રહી. વળી આ લિસ્ટમાં વૉડાફોનને બીજો નંબર મળ્યો છે. વૉડાફોનને 5માંથી 4.6 પૉઇન્ટ મળ્યાછે.

આ ઉપરાંત બીએસએનએલ ત્રીજા નંબર પર જેને 5માંથી 4.1 રેટિંગ મળ્યુ છે. વળી રિલાયન્સ જિઓને 5માંથી 3.8 રેટિંગ મળ્યુ છે. ઉલ્લેખનીય છે કે ટ્રાઇના આ ડેટા 2G, 3G અને 4G ત્રણેય પ્રકારના નેટવર્ક માટે છે.



વળી, ઇન્ડોર વૉઇસ ક્વૉલિટી મામલામાં વૉડાફોનનુ રેટિંગ 4.6 રહ્યું છે, જ્યારે આઉટડૉરમાં આ માત્ર 4.3 પર રહ્યુ છે. આઇડિયા વૉઇસ ક્વૉલિટીમાં 4.9 રેટિંગ મળ્યુ છે. જ્યારે ઇન્ડૉરમાં આ ઓપરેટરને 4.8 રેટિંગ મળ્યુ છે.