વૉડાફોન-આઇડિયાના ગ્રાહકો માટે ખરાબ સમાચાર, કંપનીએ મોંઘા કરી દીધા આ બે પૉપ્યૂલર પ્લાન, જાણો શું.......
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Dec 2020 04:05 PM (IST)
આ નવુ ટેરિફ હવે એવા તમામ સર્કલમાં લાગુ પડશે જ્યાં વૉડાફોન-આઇડિયા રેડ ફેમિલી પ્લાન આપી રહી છે. આ બન્ને પ્લાન્સમાં કંપની કેટલીય શાનદાર ઓફર આપે છે
પ્રતિકાત્મક તસવીર
નવી દિલ્હીઃ વૉડાફોન-આઇડિયા યૂઝર્સને કંપનીએ મોટા ઝટકો આપ્યો છે. કંપનીએ પોતાના બે સૌથી પૉપ્યૂલર પ્લાનની કિંમતો વધારી દીધી છે. વૉડાફોન-આઇડિયાએ 598 અને 749 રૂપિયા વાળા ફેમિલી પૉસ્ટપેડ પ્લાનની કિંમતમાં 50 રૂપિયા સુધીનો વધારો કરી દીધો છે. આ નવુ ટેરિફ હવે એવા તમામ સર્કલમાં લાગુ પડશે જ્યાં વૉડાફોન-આઇડિયા રેડ ફેમિલી પ્લાન આપી રહી છે. આ બન્ને પ્લાન્સમાં કંપની કેટલીય શાનદાર ઓફર આપે છે. એક રિપોર્ટ પ્રમાણે વૉડાફોન-આઇડિયાના ફેમિલી પ્લાનની કિંમત 598 રૂપિયા હતી, જે હવે 649 રૂપિયા થઇ ગઇ છે. આ રીતે કંપનીએ 749 રૂપિયા વાળા રેડ ફેમિલી પ્લાનની કિંમત પણ 799 રૂપિયા કરી દીધી છે. જે સર્કલ્સમાં વૉડાફોન-આઇડિયાના આ પ્લાન એક્ટિવ હતા, ત્યાં આની કિંમતોમાં વધારાની અસર પડશે. ખાસ વાત છે કે આ પ્લાન્સમાં કંપની કસ્ટમર્સને અનલિમીટેડ કૉલિંગ, ડેટા અને એસએમએસની સુવિધા આપતી હતી. Viના 649 રૂપિયા વાળા રેડ ફેમિલી પ્લાનમાં કસ્ટમર્સને 80GB ડેટા આપવામાં આવે છે. વળી, Viના 749 રૂપિયા વાળા રેડ ફેમિલી પ્લાનમાં કસ્ટમર્સને 120GB ડેટા આપવામાં આવે છે. આમાં ત્રણ કનેક્શનની સુવિધા આપવામાં આવી છે.