BharOS: હવે ભારત પાસે પોતાની ઓપરેટિંગ સિસ્ટમ છે. IIT મદ્રાસે તાજેતરમાં BharOS નામની નવી સ્વદેશી ઓપરેટિંગ સિસ્ટમ રજૂ કરી છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, BharOSને સુરક્ષિત અને ખાનગી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે વિકસાવવામાં આવી છે. તે AOSP આધારિત ભારતીય ઓપરેટિંગ સિસ્ટમ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, BharOS ભારતના 100 કરોડ મોબાઇલ ફોન વપરાશકર્તાઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે જેઓ હાલ વિદેશી કંપનીઓના Android અને iOS ઓપરેટિંગ સિસ્ટમવાળા સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઓપરેટિંગ સિસ્ટમ વિશે સાંભળ્યા બાદ સૌકોઈના મનમાં પહેલો પ્રશ્ન એ આવે છે કે શું BharOS ગૂગલના એન્ડ્રોઈડ કે આઈઓએસનો વિકલ્પ બની શકે છે? આટલું જ નહીં, તેને લગતા બીજા ઘણા પ્રશ્નો મનમાં ઉદભવે છે. અહીં અમે આવા તમામ પ્રશ્નોના જવાબ આપીશું.


પ્રશ્ન: BharOS શું છે?


જવાબ: BharOS એ AOSP (Android ઓપન સોર્સ પ્રોજેક્ટ) ઓપરેટિંગ સિસ્ટમ છે. તેને IIT મદ્રાસ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તેને સુરક્ષિત અને શક્તિશાળી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે. તે IIT મદ્રાસ ખાતે સ્થાપિત બિન-લાભકારી સંસ્થા, JandK ઓપરેશન્સ પ્રાઇવેટ લિમિટેડ (JandKops) દ્વારા વિકસાવવામાં આવ્યું છે.


પ્રશ્ન: BharOS ક્યાં ઇન્સ્ટોલ કરી શકાય છે?


જવાબ: આ ઓપરેટિંગ સોફ્ટવેર કોમર્શિયલ ઓફ-ધ-શેલ્ફ હેન્ડસેટ્સ પર ઇન્સ્ટોલ કરી શકાય છે. BharOS ડેવલપર્સ દાવો કરે છે કે નવા સ્વદેશી OSને વપરાશકર્તાઓને વધુ સુરક્ષિત અનુભવ આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.


પ્રશ્ન: BharOSનો ઉપયોગ કોણ કરી શકે?


જવાબ: BharOS હાલમાં માત્ર એવી સંસ્થાઓ માટે છે કે જેઓ કડક ગોપનીયતા અને સુરક્ષા જરૂરિયાતો ધરાવે છે. BharOS હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી.


પ્રશ્ન: BharOS ક્યારે રિલીઝ થશે?


જવાબ: અત્યાર સુધી BharOSના ડેવલપર્સે તેની રિલીઝ ડેટ કે સપોર્ટેડ સ્માર્ટફોન વિશે કોઈ માહિતી આપી નથી.


પ્રશ્ન: BharOSના ખાસ ફિચર્સ શું છે?


જવાબ: BharOS એ એક મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે, જેનો હેતુ વપરાશકર્તાઓને તેમના ઉપકરણોની સુરક્ષા અને ગોપનીયતા પર વધુ નિયંત્રણ આપવાનો છે. BharOS ના ડેવલપર્સે તેની કેટલીક ખાસિયતો જણાવી છે, જેના વિશે અમે અહીં જણાવી રહ્યા છીએ..


BharOSમાં કોઈ બ્લોટવેર અથવા ડિફોલ્ટ એપ્સ ઇન્સ્ટોલ કરેલ નથી, જે વપરાશકર્તાઓને વધુ સ્ટોરેજ સ્પેસ આપે છે.


BharOS વપરાશકર્તાઓને એવી કોઈપણ એપ્લિકેશનનો ઉપયોગ કરવા દબાણ કરતું નથી કે જેના પર તેઓ વિશ્વાસ ન કરી શકે.


BharOS એન્ડ્રોઇડ જેવા "નેટિવ ઓવર ધ એર" (NOTA) અપડેટ્સ ઓફર કરે છે, જેનો અર્થ છે કે સોફ્ટવેર અપડેટ્સ આપમેળે ઉપકરણ પર ડાઉનલોડ અને ઇન્સ્ટોલ થઈ જશે.


BharOS ખાનગી એપ સ્ટોર સર્વિસ (PASS) ની સુવિધા પ્રદાન કરશે, જેથી વિશ્વસનીય એપ્સ ડાઉનલોડ કરી શકાય. વિકાસકર્તાઓએ દાવો કર્યો છે કે PASS માત્ર એપ્સની યાદી દર્શાવે છે જેનું સંપૂર્ણ પરીક્ષણ કરવામાં આવ્યું છે.


પ્રશ્ન: BharatOS અને Android વચ્ચે શું તફાવત છે?


જવાબ: BharOS તકનીકી રીતે Android જેવું જ છે કારણ કે તે Android ઓપન સોર્સ પ્રોજેક્ટ (AOSP) પર આધારિત છે. BharOS અને Google ના Android વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે BharOS એ પ્રી-ઇન્સ્ટોલ કરેલી એપ્સ સાથે આવતું નથી.


પ્રશ્ન: શું ભરોસ એન્ડ્રોઇડ કરતાં વધુ સારું છે?


જવાબ: બંનેની સરખામણી કરતા પહેલા, ચાલો BharOS અને Android વચ્ચેના કેટલાક મુખ્ય તફાવતો જોઈએ.


તે હજુ સુધી સ્પષ્ટ નથી કે પહેલાથી ઇન્સ્ટોલ કરેલ OS ને BharOS સાથે કેવી રીતે બદલી શકાય.


BharOS કેવી રીતે ઇન્સ્ટોલ કરવું અથવા કયા ઉપકરણો તેને સપોર્ટ કરશે તે અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.


વધુમાં, તે જાણી શકાયું નથી કે BharOS કેટલા સમય સુધી સુરક્ષા અને સૉફ્ટવેર અપડેટ્સ પ્રાપ્ત કરવાનું ચાલુ રાખશે.


આ સિવાય BharOS ના ડેવલપર્સે OS ક્યારે ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ થશે તેની કોઈ માહિતી આપી નથી.


આટલા બધા સવાલો વચ્ચે આ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડ કરતા વધુ સારી છે કે નહી તેનો જવાબ આપવો શક્ય નથી.


આ પણ વાંચો - હવે આ શહેરમાં પણ ચાલશે Airtelનું 5G, જાણો અત્યાર સુધી કેટલા શહેરોમાં છે સર્વિસ