હાલ WhatsAppના લેટેસ્ટ Beta Version 2.19.221 માં આ ફિચર આપવામાં આવ્યું છે. તેના માટે વોટ્સએપ સેટિંગ્સમાં અકાઉન્ટ પર જઈને આ ફિંગરપ્રિન્ટના ઓપ્શનને ઇનેબલ કરવું પડશે.
આ ફિચર Android Marshmallowથી ઉપરના વર્ઝનમાં આપવામાં આવ્યું છે. ફિંગરપ્રિન્ટ સ્કેનર દ્વારા તમે વૉટ્સએપને વધુ સિક્યોર કરી શકો છો. જો તમને આ ફિચર નથી મળી રહ્યું તો વૉટ્સએપ અપડેટ કરો, નહીં તો તમારે રાહ જોવી પડશે.
ioSની જેમ એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં બાયોમેટ્રિક ઑથેન્ટિકેશન માટે ત્રણ ઑપ્શન આપવામાં આવ્યા છે. Immediately, After 1 minute અને 30 minute.જેનાથી તમે નક્કી કરી શકો છો કે વોટ્સએપ કેટલા સમય સુધી લોક કરવાનું છે.