નવી દિલ્હી: ફેસબુકની માલિકીવાળી મેસેજિંગ એપ WhatsApp હવે નવું ફીચર આપાવ જઈ રહ્યું છે. આ ફિચરમાં કૉલ વેટિંગ ફિચર આપવામાં આવ્યું છે. આ સાથે વૉટ્સએપ વૉઈસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ સર્વિસ પ્રોવાઈડર બની ગયું છે. કંપનીએ હવે કૉલ હૉલ્ડિંગને છોડવાનો નિર્ણય લીધો છે.


એન્ડ્રોઈડપોલીસને શુક્રવારે જણાવ્યું કે નવા ફિચર પ્રમાણે જ્યારે તમે ફોન પર વાત કરી રહ્યા હશો ત્યારે અન્ય વ્યક્તિનો કોલ આવશે તો તેમાં મોટાભાગના ફોન અને ઑપરેટર તમને જણાવી દેશે કે કોઈ તમને કોલ કરી રહ્યું છે અને કોલ વેટિંગમાં છે. જો કે અમુક જ વીઓઆઈપી સર્વિસ તેને સપોર્ટ કરી રહ્યાં છે અને તેમાં WhatsApp અત્યાર સુધી નહોતું.

આ પહેલા જ્યારે તમારો ફોન પર વ્યસ્ત રહેતો હતો ત્યારે કોઈ તમને WhatsApp પર કોલ કરવાનો પ્રયાસ કરતું તો તેને રિંગ સંભળાતી હતી, પરંતુ કોઈ જવાબ મળતો નહોતો. છેવટે ફોન ઓટોમેટિક કટ થઈ જતો હતો. હવે નવા અપડેટમાં કૉલ વેટિંગ દરમિયાન ‘End & Accept'અને ‘Decline' નું ઑપ્શન આપવામાં આવ્યું છે.

અહેવાલ પ્રમાણે વૉટ્સએપ પર કોલ વેટિંગ વી 2.19.352 સ્ટેબલ (એપીકે મિરર) અને તેના ઉપરના વર્ઝનમાં ઉપલબ્ધ રહેશે. વૉટ્સએપ બિઝનેસ પર 2.19.128 (એપીકે મિરર ) માટે ઉપલબ્દ રહેશે.