નવી દિલ્હીઃ વૉટ્સએપની નવી પૉલીસીને લઇને ઉઠેલા વિવાદ વચ્ચે કંપનીએ એક મોટી સ્પષ્ટતા કરી છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપે શનિવારે કહ્યું કે, તેના નવા અપડેટથી ફેસબુકની સાથે ડેટા શેર કરવાની નીતિઓમાં કોઇ ફેરફાર નહીં આવે. વૉટ્સએપ પર ફેસબુકનો પુરેપુરો અધિકાર છે. વૉટ્સએપે આ સ્પષ્ટતા નવા અપડેટને લઇને દુનિયાભરમાં થઇ રહેલી નિંદા બાદ કરી છે.


વૉટ્સએપએ આ અઠવાડિયાની શરૂઆતમાં પોતાના યૂઝર્સને સેવાની શરતો અને ગોપનીયતાની નીતિ વિશે અપડેટ આપવાનુ શરૂ કરી દીધુ. વૉટ્સએપે આમાં જણાવ્યુ કે તે કઇ રીતે યૂઝર્સના ડેટાનુ પ્રસંસ્કરણ કરે છે, અને ડેટાને ફેસબુકની સાથે કઇ રીતે શેર કરે છે.

અપડેટમાં એ પણ કહેવામાં આવ્યુ કે વૉટ્સએપની સેવાઓનો ઉપયોગ ચાલુ રાખવા માટે યૂઝર્સને આઠ ફેબ્રુઆરી 2021 સુધી નવી શરતો તથા નીતિઓથી સહમત થવુ પડશે.

આના ઇન્ટરનેટ પર વૉટ્સએપના ફેસબુક સાથેના યૂઝર્સની જાણકારીઓ શેર કરવાને લઇને ચર્ચા શરૂ કરી દીધી છે. આ પછી સિગ્નલ અને ટેલિગ્રામ જેવી પ્રતિદ્વંદ્વી એપના ડાઉનલૉડમાં વધારો જોવા મળી રહ્યો છે.

ટેસ્લાના પ્રમુખ એલન મસ્ક પણ આ ચર્ચમાં કુદી પડ્યા અને તેમને લોકોને વૉટ્સએપનો ઉપયોગ બંધ કરવાની અપીલ કરી હતી. વૉટ્સએપના પ્રમુખ વિલ કૈથાર્ટે એક પછી એક ટ્વીટ કરીને પોતાનો મત રજૂ કર્યો હતો. તેમને કહ્યું કે, કંપનીએ પોતાની નીતિ પારદર્શી હોવા અને પીપુલ ટૂ બિઝનેસના વૈકલ્પિક ફિચરની જાણકારી આપવા માટે અપડેટ કરી છે.

વૉટ્સએપના પ્રમુખે આગળ કહ્યું કે એ સ્પષ્ટ થવુ અમારા માટે મહત્વપૂર્ણ છે કે આ અપડેટ કારોબાર સંબંધિત જાણકારીઓ આપવા માટે છે. આનાથી ફેસબુકની સાથે ડેટા શેર કરવા અમારી નીતિઓ પર કંઇજ અસર નથી પડવાનો.