નવી દિલ્હીઃ ફેસબુકે બીટા ફેઝ શરૂ કર્યા બાદ વૉટ્સએપમાં એનિમેટેડ સ્ટીકર્સને રૉલઆઉટ કરી દીધા છે. આ ફિચર હવે એન્ડ્રોઇડ અને આઇઓએસ પર આધારિત વૉટ્સએપ પર અવેલેબલ છે. આને સંબંધિત પ્લે સ્ટૉર પરથી અપડેટ કરી શકાય છે. હાલ ડાઉનલૉડ માટે એનિમેટેડ સ્ટીકર્સના ચાર પેક છે, જેમાં ચમી ચમ ચમ્સ, રિકૉજ સ્વીટ લાઇફ, બ્રાઇટ ડેઝ અને મુડી ફૂડીઝ સામેલ છે.


જો તમે પણ તમારા વૉટ્સએપ પર આ નવા એનિમેટેડ સ્ટીકર્સને ટ્રાય કરવા ઇચ્છતા હોય તો નીચે સ્ટેપ દ્વારા તમે ડાઉનલૉડ કરી શકો છો, અને પોતાના મિત્રો, પરિવારના સભ્યો અને અન્ય લોકોને મોકલી શકો છો. આ પહેલા વૉટ્સએપના લેટેસ્ટ વર્ઝન વિશે જાણી લો. વૉટ્સએપ એન્ડ્રોઇડ વર્ઝન 2.2019.16 અને આઇઓએસ વર્ઝન 2.20.70 પર ચાલી રહ્યું છે.



અહીં જાણો ડાઉનલૉડ કરવાના સ્ટેપ....
કોઇપણ નોર્મલ સ્ટીકરની જેમ જ આને ડાઉનલૉડ કરી શકાય છે.

સૌથી પહેલા તમારા વૉટ્સએપને અપડેટ કરવુ પડેશે.
તમારે બસ કોઇપણ ચેટ વિન્ડોમા જવાનુ છે, અને ટેક્સ્ટ બૉક્સના ડાબી બાજુથી સ્માઇલી આઇકૉનને ટેપ કરવાનુ છે.
પછી '+' આઇકૉન પર ટેપ કરવાનુ છે.
સ્ટિકર સિલેક્ટ કરો.
આને લાઇબ્રેરીમાં એડ કરવા માટે ડાઉનલૉડ બટન પર ટેપ કરો.



સ્ટીકર મોકલવાની રીત
ચેટ વિન્ડો પર જઇને, સ્ટીકર સેક્શન ખોલવાનુ છે, અને જે પણ સ્ટીકરને તમે મોકલવા માંગો છો, તેના પર ટેપ કરો.

આ એનિમેટેડ સ્ટીકર્સ ચેટમાં ફક્ત એકજ વાર પ્લ થશે. જો તમે એનિમેશનને ફરીથી જોવા ઇચ્છો, તો યૂઝર્સે આને રિફ્રેશ કરવાની જેમ સ્કૉલ કરવુ પડશે. વૉટ્સએપે આ અપડેટની માહિતી સોશ્યલ મીડિયા દ્વારા આપી. સાથે જ કેટલાક એનિમેટેડ સ્ટીકર્સનો એક વીડિયો બનાવીને શેર કર્યો છે. આ જોવામાં બહુ ક્યૂટ અને ફની લાગી રહ્યું છે.