નવી દિલ્હીઃમેસેજિંગ એપ WhatsAppએ કોરોના વાયરસને લઇને એક ડેડિકેટેડ વેબ પેજ તૈયાર કર્યું છે. તેને કંપનીએ કોરોના વાયરસની ઇન્ફોમેશન હબનું નામ  આપ્યું છે. આ માટે વોટ્સએપે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે પાર્ટનરશીપ કરી છે.WhatsAppએ આ વેબ પેજ માટે UNICEF અને UNDP સાથે આ વેબપેજ માટે પાર્ટનરશીપ કરી છે.


કંપનીએ તે સિવાય એક મિલિયન ડોલર ફેક્ટ ચેકિંગ નેટવર્ક પર ખર્ચ કરી રહી છે. જેનો ઉદેશ્ય કોરોના વાયરસ સાથે જોડાયેલી અફવાઓ અને ભ્રામક સમાચારોને રોકી શકાય. વોટ્સએપએ પોયંટર ઇન્સ્ટિટ્યૂટ ઇન્ટરનેશનલ ફેક્ટ ચેકિંગ નેટવર્કને કોરોના વાયરસ સાથે જોડાયેલા ફેક ન્યૂઝને ઓળખવા માટે પૈસા આપ્યા છે.

WhatsApp Coronavirus Information Hubને હેલ્થ વર્કર્સ , એજ્યુકેટર્સ, કમ્યૂનિટી લીડર્સ, સરકાર, લોકલ બિઝનેસ અને એનજીઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે આ માટે કોરોના વાયરસ સાથે જોડાયેલા તથ્યો અને ગાઇડલાઇન હાંસલ કરવામાં આવી શકે છે.

કોરોના વાયરસને લઇને બનાવવામાં આવેલા આ ડેડિકેટેડ વેબ પેજ પર WHO  દ્ધારા જાહેર કરવામાં આવી જાણકારીઓ અને રિસોર્સિઝ પણ આપવામાં આવ્યા છે. તે સિવાય અલગ અલગ દેશોની હેલ્થ મિનિસ્ટ્રીએ ગાઇડલાઇન પણ આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે ઇન્ડોનેશિયા, ઇઝરાયલ, સિંગાપોર, બ્રાઝિલ અને  સાઉથ આફ્રિકામાં લોકલ હેલ્થ મિનિસ્ટ્રી અને એનજીઓ સાથે મળીને આ પ્રકારની જાણકારીઓ ઉપલબ્ધ કરાવતી રહી છે.