WhatsApp New Feature: આજકાલ વૉટ્સએપ (WhatsApp) થી લોકો એટલા બધા ટેવાઇ ગયા છે કે, દરેક લોકો આના પર મોટાભાગનો સમય વિતાવી રહ્યાં છે. જોકે, સામે કંપની પણ પોતાના યૂઝરને વધુ ફેસિલિટેડ કરવા માટે નવા નવા ફિચર્સ અપડેટ કરી રહી છે. હવે આ કડીમાં તમને વૉટ્સએપ પર એક જબરદસ્ત ફિચર મળવા જઇ રહ્યું છે. જેનાથી તમે એક વૉટ્સએપને બે ફોનમાં આસાની ચલાવી શકશો. આ નવા ફિચરનુ નામ છે વૉટ્સએપ કમ્પેનિયન મૉડ. જાણો આ નવા ફિચર્સ વિશે....... 


WhatsApp Companion Mode Feature -  
વૉટ્સએપ એક નવા ફિચર પર કામ કરી રહ્યું છે, જેનુ નામ છે WhatsApp Companion Mode, આ નવુ ફિચર તમને એકથી વધુ ડિવાઇસની વચ્ચે ચેટ હિસ્ટ્રીને સિન્ક્રૉનાઇઝ કરવાની સુવિધા આપશે. વૉટ્સએપ યૂઝર્સ માટે ટેલિગ્રામની જેમ એકથી વધુ ડિવાઇસમાં એપને યૂઝ કરવાની સુવિધા આપી રહ્યું છે. 


WABetaInfoથી મળેલી માહિતી અનુસાર, વૉટ્સએપ એન્ડ્રોઇડ વર્ઝન2.22.15.13ના બીટા વર્ઝન પર કમ્પેનિયન મૉડને પૉપ-અપ ઇન્ડિકેટર તરીકે જોવામાં આવ્યુ છે. WABetaInfo દ્વારા શેર કરવામા આવેલા સ્ક્રીનશૉટમાં વૉટ્સએપને કનેક્ટેડ ડિવાઇસની સાથે ચેટ હિસ્ટ્રીને સિન્ક કરતા દેખાડવામાં આવ્યુ છે. 


WhatsApp Companion Mode ના ફાયદા -  
વૉટ્સએપનો ઉપયોગ તમામ લોકો કરે છે, લગભગ દરેક વ્યક્તિ વૉટ્સએપ પર ચેટ કરે છે કે કામ કરે છે. યૂઝર્સ દિવસ ભર અલગ અલગ ડિવાઇસથી ઇન્ટરેક્ટ કરે છે. એટલા માટે વૉટ્સએપ માટે દરેક પ્રકારના ડિવાઇસને સપોર્ટ કરવુ જરૂરી છે. હાલમાં જો તમે કોઇ એકાઉન્ટનો ઉપયોગ તમારા ફોન ઉપકરાંત બીજા કોઇ અન્ય ફોનમાં કરવા માંગો છો, તો તે સંભવ નથી. વૉટ્સએપ (WhatsApp) નૉટિફિકેશન આપે છે, અને તમે માત્ર એક ફોનમાં જ વૉટ્સએપ ચલાવી શકો છો. પરંતુ આગામી સમયમાં કમ્પેનિય મૉડ આ સમસ્યાનુ સમાધાન કરશે અને તમે એક સાથે બે ફોનમાં એક જ વૉટ્સએપ એકાઉન્ટ ચલાવી શકશો. આ નવા ફિચરથી ચેટ હિસ્ટ્રી (Chat history) પણ સિન્ક કરી શકાશે. 


આ પણ વાંચો.... 


Astrology: આ રત્ન ઘારણ કર્યાના 30 દિવસ બાદ મળશે અભૂતપૂર્વ સફળતા, જાણો કઇ રાશિએ પહેરવું જોઈએ


DANG : સાપુતારામાં સુરતની 50થી વધુ પ્રવાસીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી


India Corona Cases Today: જુલાઈમાં સતત ચોથા દિવસે નોંધાયા 18 હજારથી વધુ કેસ, જાણો આજની સ્થિતિ


ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું


Edible Oil Price: જનતા પર મોંઘવારીનો વધુ એક માર, ખાદ્ય તેલના ભાવમાં થયો મોટો વધારો


Horoscope Today 10 July 2022:વૃષભ, કર્ક, સિંહ અને મીન રાશિના લોકો રહે સાવધાન, જાણો આજનું રાશિફળ