નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppને લઈને છેલ્લા ઘણાં સમયથી સતત એવા અહેવાલ આવી રહ્યા છે કે તેમાં ડાર્ક મોડ આપવામાં આવશે. લોકો તેની રાહ પણ જોઈ રહ્યા છે. ડાર્ક મોડ ઘણાં લોકોને ખૂબ પસંદ હોય છે. પરંતુ હવે એવું લાગે છે કે WhatsApp ડાર્ક મોડ હોલ્ડ પર છે હાલમાં તે આવે એવું લાગતું નથી.

WABetaInfoના ટ્વિટ મુજબ આ ફિચરને એન્ડ્રોઇડ એપ પરથી સંપૂર્ણ રીતે હટાવી દેવામાં આવ્યું છે. ટ્વિટમાં જણાવવામાં આવ્યું છે કે તેને 2.19.123 Beta વર્ઝનમાંથી રિમૂવ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ફિચર ડેવલપમેન્ટ સ્ટેજમાં હતું, જેનો અર્થ ઓવો કે આ ફિચર ટેસ્ટિંગ મોડથી પણ હટાવવામાં આવ્યું છે અને આવનારા અપડેટમાં તે યૂઝર્સને નહીં મળે.



આ પહેલા વાબીટાઇન્ફોએ જણાવ્યું હતું કે વોટ્સએપમાં આ ફિચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે, ડાર્ક મોડ ક્યારે રજૂ કરવામાં આવશે તેને લઈને ક્યારેય કોઈ જાણકારી સામે નહોતી આવી.

આ ફિચરને ઓન કરતાં વોટ્સએપનું બેકગ્રાઉન્ડ કલર બ્લેક થઈ જાય છે. તેનાથી યૂઝર્સને લાંબા સયમ સુધી કોઈ પરેશાની વગર વોટ્સએપ પર ચેટિંગ કરવામાં મદદ મળે છે. તેના કારણે યૂઝર્સની આંખો પર કોઈ ખરાબ અસર નથી પડતી. આ ઉપરાંત ડાર્ક મોડથી ફોનની બેટરીની પણ બચત થાય છે.