WhatsAppએ ક્રિકેટ પ્રેમીઓને આપી ખાસ ગિફ્ટ, હવે દરેક છગ્ગા-ચોગ્ગા પર મળશે સ્ટીકર, આ રીતે કરો ડાઉનલૉડ
abpasmita.in | 30 Apr 2019 01:27 PM (IST)
ક્રિકેટ પ્રેમીઓને ધ્યાનમાં રાખીને વૉટ્સએપે એક સ્પેશ્યલ ક્રિકેટ ફિચર લૉન્ચ કર્યુ છે. સ્ટીકર્સ હાલમાં એન્ડ્રોઇડ પર જ અવેલેબલ છે અને ટુંક સમયમાં iOS પર પણ આવી જશે
નવી દિલ્હીઃ ક્રિકેટ પ્રેમીઓની સિઝન ચાલી રહી છે, હાલમાં આઇપીએલ અને બાદમાં વર્લ્ડકપ 2019 રમાવવાનો છે. ક્રિકેટ પ્રેમીઓને ધ્યાનમાં રાખીને વૉટ્સએપે એક સ્પેશ્યલ ક્રિકેટ ફિચર લૉન્ચ કર્યુ છે. સ્ટીકર્સ હાલમાં એન્ડ્રોઇડ પર જ અવેલેબલ છે અને ટુંક સમયમાં iOS પર પણ આવી જશે. આ સ્ટીકર્સ ફિચરથી ક્રિકેટ ફેન્સ દરેક છગ્ગા અને ચોગ્ગાને સેલિબ્રેટ કરી શકશે. જો તમે પણ ક્રિકેટ ફેન્સ છો અને આ નવી ક્રિકેટ થીમ વૉટ્સએપ કરવા માંગતા હોય તો અહીં અમે તમને સ્ટેપ ટૂ સ્ટેપ ગાઇડ બતાવી રહ્યાં છીએ, આમ કરો ડાઉનલૉડ... ખાસ વાત.... સૌથી પહેલા તમારા ફોનમાં જે વૉટ્સએપ છે જે લેટેસ્ટ વર્ઝન હોવુ જોઇએ. જો આવુ ના હોય તો ગૂગલ પ્લે સ્ટૉર પરથી લેટેસ્ટ અપડેટને ડાઉનલૉડ કરી ઇન્સ્ટૉલ કરી લો. કઇ રીતે ડાઉનલૉડ કરશો ક્રિકેટ સ્ટીકર્સ... - સૌથી પહેલા હૉમ સ્ક્રીન પરથી તમારુ વૉટ્સએપ ઓપન કરો. - હવે ચેટ વિન્ડોમાં જાઓ અને ઇમોજી આઇકૉન પર ક્લિક કરો. - સ્ટીકર ઓપ્શન પર ક્લિક કરો અને ઇમોજી સ્ક્રીનને સિલેક્ટ કરો. - હવે + ઓપ્શન પર ક્લિક કરો, જે તમારી રાઇટ સાઇડમાં હશે. - હવે ક્રિકેટ મેચઅપ નામના એક સ્ટીકર ઓપ્શન પર ક્લિક કરે. - આ પેકને ડાઉનલૉડ કરો. - એકવાર ડાઉનલૉડ થઇ ગયા પછી વૉટ્સએપ સ્ટીકર સેક્શનમાં જાઓ અને આઇકૉન પેક પર ક્લિક કરો. - હવે સેન્ડ કરવા માટે સ્ટીકર્સ પર ક્લિક કરો.