નવી દિલ્હી: મેસેજિંગ એપ Whatsapp યુઝર્સ માટે નવું વર્ઝન લાવી રહ્યું છે. હવે Whatsapp એપ પરથી મોકલેલા મેસેજ ઓટોમેટિક ટિલીટ કરી શકાશે.
Whatsapp એ એંડ્રોઈડ સ્માર્ટફોન માટે એક બીટા અપડેટ આપ્યું છે.
આ વર્ઝનમાં Delete Messageના નામથી આ ફીચર આપવામાં આવી શકે છે. આ અપડેટ આવ્યા બાદ યુઝર હવે મેસેજીસને ડિલીટ કરવા માટેના સમયને કેટલાક સમય માટે સેટ કરી શકશે. જેનાથી તે ઓટોમેટિકલી ડિલીટ પણ કરી શકશે. જો કે ફિચરને Dissapearing Message ફિચર બતાવામાં આવ્યું હતુ.
આ ફિચરનું હાલ ટેસ્ટીંગ ચાલી રહ્યું છે. લેટેસ્ટ બીટા અપડેટમાં આ ફિચર ડાર્ક મોડ સાથે પણ જોઈ શકાય છે. એન્ડ્રોઈડના બીટા વર્ઝન 2.19.348 માં આ ફિચર્સ જોઈ શકાશે. જો કે હાલમાં એ સ્પષ્ટતા નથી થઈ કે કંપની તેનું સ્ટેબલ વર્ઝન ક્યારે જાહેર કરશે. ડિલીટ મેસેજ ફિચરથી યુઝર્સ કોઈ પણ મેસેજને ઓટોમેટિકલી ડિલીટ થવાનો સમયને સેટ કરી શકાશે.
મેસેજને ખુદ ડિલીટ થવા માટે યુઝર્સને 1 કલાક, 1 દિવસ, 1 અઠવાડીયુ, 1 મહિનો અને 1 વર્ષના ઓપ્શન મળશે. જેમાં તેઓ પોતાની રીતે સેટ કરી શકશે. આ અપડેટનું સ્ટેબલ વર્ઝન ફિચરમાં થોડા અલગ ફેરફાર જોવા મળી શકે છે.
WhatsAppમાં આવ્યું નવું ફિચર્સ, હવે મેસેજ આપોઆપ આ રીતે થઈ જશે ડિલિટ, જાણો વિગત
abpasmita.in
Updated at:
26 Nov 2019 08:05 PM (IST)
મેસેજિંગ એપ Whatsapp યુઝર્સ માટે નવું વર્ઝન લાવી રહ્યું છે. હવે Whatsapp એપ પરથી મોકલેલા મેસેજ ઓટોમેટિક ટિલીટ કરી શકાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -