WhatsApp મેસેજિંગ પ્લેટફોર્મ પર મોટા ગ્રુપ્સ બનાવવા અને તેમાં વધુ સભ્યો સામેલ કરવાની ક્ષમતામાં વધારો કરી રહ્યું છે. આનો અર્થ એ છે કે હવે તમે WhatsApp ગ્રુપમાં 512 જેટલા સભ્યો ઉમેરી શકો છો. અત્યાર સુધી આ ફીચર એન્ડ્રોઇડ અને iOS પ્લેટફોર્મ પર બીટા યુઝર્સ માટે જ ઉપલબ્ધ હતું. કંપની દ્વારા આ વર્ષની શરૂઆતમાં મોટા ગ્રુપ્સ બનાવવાની સુવિધાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં મેસેજ રિએક્શન્સ, વૉઇસ કૉલ્સ માટે નવું યુઝર ઇન્ટરફેસ, ગ્લોબલ વૉઇસ નોટ પ્લેયર અને અન્ય ઘણી સુવિધાઓની સાથે સાથે જાહેરાત કરવામાં આવી હતી.

Continues below advertisement


યુઝર્સને આ સુવિધા મળી રહી છે


આ સુવિધા આજે મોટાભાગના યુઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવી છે અને જો તમને હજી સુધી આ સુવિધા મળી નથી, તો કદાચ તમને તે આગામી 24 કલાકમાં મળી જશે. તમને નવી સુવિધા મળી છે કે નહીં તે ચકાસવા માટે, તમે એક ગ્રુપ બનાવવાનો પ્રયાસ કરી શકો છો અને સ્ક્રીનની ટોચ પર તમે કેટલા સભ્યો ઉમેરી શકો છો તે તપાસી શકો છો.


કમ્યુનિટી ફિચર આવી રહ્યું છે.


આ એક માત્ર ગ્રુપ ફીચર નથી જે આ વર્ષે WhatsApp યુઝર્સને મળશે. કંપની કોમ્યુનિટી ફીચરને પણ રોલ આઉટ કરવાની તૈયારી કરી રહી છે જે છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. વોટ્સએપ પહેલાથી જ જાહેર કરી ચૂક્યું છે કે આ ફીચર શું કરશે અને એન્ડ્રોઇડ અને iOS સ્માર્ટફોન માટેના કેટલાક બીટા અપડેટ્સમાં ફીચરના સંદર્ભો પણ જોવામાં આવ્યા છે.


કંપનીએ જાહેર કર્યા મુજબ, કોમ્યુનિટી ફીચર યુઝર્સને વિવિધ ગ્રુપને એક છત્ર હેઠળ એકસાથે લાવવાની મંજૂરી આપશે. આનાથી એડમિન્સને વિવિધ ગ્રુપ પર વધુ સારું નિયંત્રણ રાખવાની મંજૂરી મળશે


 


WhatsApp UPI Payment: તમે WhatsApp દ્વારા UPI પેમેન્ટ પણ કરી શકો છો, શું તમારી પાસે છે બધી જાણકારી


PIB Fact Check: ભારત સરકાર ભારતીય મિશન રોજગાર યોજના હેઠળ યુવાનોને નોકરી આપી રહી છે! જાણો આ વાયરલ મેસેજનું સત્ય


KUTCH : સરહદ ડેરીની પશુપાલકોને મોટી ભેટ, દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો


ગુજરાતના શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, ધોરણ-9 ના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ