નવી દિલ્હીઃ વૉટ્સએપ યૂઝર્સ માટે એક નિરાશ કરનારા સમાચાર સામે આવ્યા છે.વૉટ્સએપ પર એક બહુજ કામનુ ફિચર આવવાનુ હતુ, પરંતુ હાલ કંપનીએ તેને અટકાવી દીધુ છે. વૉટ્સએપ આ ફિચર પર કામ કરી રહ્યું હત. આ એપના ફિચર્સ અને અપડેટ પર ધ્યાન રાખનારી WABetaInfoએ આ વાતની જાણકારી આપી છે.

ખરેખરમાં વૉટ્સએપ વેકેશન મૉડ નામનુ એક ફિચર લઇને આવી રહ્યું હતુ, આ યૂઝર્સને અર્કાઇવ કરેલી ચેટને મ્યૂટ કરવામાં મદદ કરે છે, જેથી તે હાઇડ રહે. આ ફિચર યૂઝર્સને ખુબ કામમા આવતુ જો આ ફિચર વૉટ્સએપના નૉટિફિકેશન સેક્શનમાં દેખાતુ હોય તો. WABetaInfo એ ટ્વીટ કરીને જણાવ્યુ કે વૉટ્સએપ પહેલા આ ફિચર પર કામ કરી રહ્યું હતુ, પરંતુ હવે તેને અટકાવી દેવામા આવ્યુ છે. વેકેશન મૉડ હજુ ટેસ્ટિંગમાં છે પરંતુ બીટા યૂઝર્સ પણ આનો ઉપયોગ નથી કરી શકતા.



જો આ ફિચર આવે છે તો આ એપના નૉટિફિકેશન સેક્શનમાં દેખાશે, અને આના દ્વારા તમે અર્કાઇવ ચેટને પુરેપુરી હાઇડ કરી શકો છો. અત્યારે એવુ છે કે કોઇ ચેટને અર્કાઇવ કરીએ છીએ તો તે નીચે આવી જાય છે. પણ જેવા તે ચેટ પર કોઇ મેસેજ આવે છે તો તે ફરીથી દેખાવવા લાગે છે. આ ફિચર દ્વારા અર્કાઇવ ચેટ હાઇડ જ રહેશે.